Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નાલ ગામમાં જુગાર રમતા 05 શખ્સોને રૂા .૧૧,૨૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એલ ગલચરે ચાર્જ સંભાળ્યો ત્યારથી એક બાદ એક દારૂ,જુગાર સહિતના કેસ બાબતે કડક કાર્યવાહી કરી છે જેમાં હાલ વધુ એક જુગારનો ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ પોલીસ વડા હિમકર સિંહ,નર્મદા  તરફથી મળેલી સુચના મુજબ ના. પો. અધિ.રાજપીપલા વિભાગ રાજેશ પરમાર તથા સી.પી.આઇ. ડેડીયાપાડા પી.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાગબારા પો.સ્ટે.ના પી.એસ.આઇ. કે.એલ.ગળચર સ્ટાફ સાથે સાગબારા વિસ્તારમા પ્રોહી. જુગારની ડ્રાઇવમાં હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે નાલ ગામે કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમેં છે જે બાતમીના આધારે ત્યાં રેઇડ કરતા હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ -૫ ઇસમો પકડાઇ ગયા હતા, પકડાયેલ ઇસમોઓની અંગ ઝડતી કરતા રોકડ રૂપીયા ૧૦,૮૭૦ તથા દાવ ઉપરથી રોકડ રૂપીયા ૩૫૦ મળી કુલ રોકડા રૂા .૧૧,૨૨૦ ના મુદ્દામાલ સાથે તેમને ઝડપી સાગબારા પો.સ્ટે .માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(10:43 pm IST)