Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નર્મદા : યુથ કોંગ્રેસે સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલી બાબતે નર્મદા કલેકટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ દ્વારા કલેકટર, મામલતદાર ને આવેદનપત્ર આપવા માં આવ્યું જેમાં જણાવ્યા મુજબ  નવા નિયમ પ્રમાણે સરકાર તરફથી જે પુરાવા માંગ્યા છે જેમાં આદિવાસી સમાજ ને ખુબ મુશ્કેલી પડી રહી છે, ગીર બરડા ના નેસ ના જંગલો ના આહીર ભરવાડ ચરણ ને લાગુ પડતું હોય છે જે માન્ય છે પણ બીજા વર્ગો પાસે આવા બધા પુરાવા માંગી ખોટી હેરાન ગતિ કરવામાં આવી રહી છે જે રદ કરી જુના નિયમ પ્રમાણેજ ચાલુ રાખે અને જે ખોટી રીતે આદિવાસી બનેલા છે અને જેના મુદ્દા ચાલુ છે તેમની પાસે સરકાર પુરાવા માંગે તેવી રજુઆત કરવામાં આવી હતી જેમાં નર્મદા યુથ કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવભાઈ વસાવા,નાંદોદ યુથ કૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા, ભરતભાઈ વસાવા નગર પાલિકા પૂર્વ પ્રમુખ ચાલુ સદસ્ય , મુકેશ વસાવા માજી સરપંચ આમલેથા , હર્ષદભાઈ વસાવા માજી સદસ્ય તાલુકા પંચાયત,રણજીત વસાવા પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ,મુકેશભાઈ વસાવા સરપંચ જીતગઢ, ફાલ્ગુન વસાવા, ચિરાગ વસાવા,જે.ડી વસાવા, તથા યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(10:39 pm IST)