Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડોદરા: સયાજીપુરા રાત્રી બજારની દુકાનો હરાજીથી ફાળવવાના સાત થી આઠ વારના પ્રયાસ થયા નિષ્ફળ

રે ફરી એકવાર ભાડામાં ઘટાડો કરીને દુકાનો ફાળવવા દરખાસ્ત રજૂ

વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં બનાવેલ રાત્રી બજાર હજુ શરૂ થઈ શક્યું નથી. આ રાત્રી બજારમાં 35 દુકાનો છે. દરેક દુકાન ચોવીસ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં સાતથી આઠ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ દુકાનો લેવા માટે કોઈ એ રસ દાખવ્યો નથી . ત્યારે ફરી એકવાર ભાડામાં ઘટાડો કરીને દુકાનો ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા માટે મીનીમમ અપસેટ વેલ્યુ 6 લાખ અને ડિપોઝિટની ૨કમ પણ રૂપિયા 6 લાખ નક્કી કરાઈ હતી , પરંતુ એક પણ અરજી આવી ન હતી . જેથી તેમાં ભાવ ઘટાડો કરીને મીનીમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ રૂા 3.11 લાખ કરીને ફરી ત્રણ વખત જાહેરાત આપી અરજીઓ મંગાવી હતી , પરંતુ કોઈ એ રસ દર્શાવ્યો નહતો આમ , સાતથી આઠ વખત પ્રયાસ કરવા છતાં દુકાનો લેવા કોઈ આવ્યું ન હતુ .

ચાર વર્ષથી રાત્રી બજારની આ દુકાનો ખાલી પડી રહી છે . જેના કારણે કોર્પોરેશનને ભાડાની આવક ગુમાવવી પડે છે , એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટ વીજબિલ તથા સિકયુરિટી ગાર્ડનો ખર્ચ ભોગવવો પડે છે . રાત્રી બજારની તમામ દુકાનો બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમમાં ફરી ઘટાડો કરી જો એક દુકાન નું માસિક ભાડું રૂા . 12000 નક્કી કરવામાં આવે તો વાર્ષિક ભાડું 1.44 લાખ જેટલું થાય છે , પરંતુ રાત્રી બજારમાં આપવામાં આવેલી વિવિધ સગવડો જોતાં વાર્ષિક ભાડા માટે મીનીમમ અને ડિપોઝિટની રકમ દોઢ લાખ રાખવા વિચારણા કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

(9:30 pm IST)