Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડોદરા ફાયર વિભાગની મોટી કાર્યવાહી : ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતી ચાર શાળાઓના પાણી જોડાણો કપાયા

જાહેર નોટીસ ચોટાડીને ત્વરીત ફાયર સેફટીના સાધનો વસાવવાની સુચના આપવામાં આવી

વડોદરા : મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટીસ આપવા છતા ફાયરના સાધનો નહી વસાવીને એનઓસી નહી મેળવનારી શાળાઓ સામે ફાયર વિભાગે ફરી કાર્યવાહી શરૂ કરી છે.જેમાં આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ફાયર સેફટી નહિ ધરાવતી ચાર શાળાઓના પાણી જોડાણો કાપીને જાહેર નોટીસ ચોટાડવામાં આવી છે. અને શાળાની બિલ્ડીંગોને સીલ કરવામાં આવી હતી.


કોરોના મહામારી કાબુમાં આવ્યા બાદ હવે ફરી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઇને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે પાદરામાં એમ.કે. અમીન કોલેજ સહિત અનેક શાળાને ફાયર સેફટીના અભાવે સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા પાણી પુરવઠા વિભાગના સ્ટાફ સાથે શ્રી રંગ વિદ્યાલય , વાઘોડિયા રોડ , શ્રીમતી ચંપા શીખી સ્કુલ , વાઘોડિયા રોડ , રોઝવેલ હાઈસ્કૂલ પ્રભાત કોલોની વાઘોડિયા , અને રુદ્ર સ્કૂલ ઓફ સાયન્સ , માંજલપુરના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.અને જાહેર નોટીસ ચોટાડીને ત્વરીત ફાયર સેફટીના સાધનો વસાવવાની સુચના આપવામાં આવી હતી. ફાયરના કર્મીઓના કામગીરીને કારણે ફાયર સેફટીને લઇને બેદરકાર લોકોમાં ફફડાટ વ્યાયી જવા પામ્યો છે.

(9:29 pm IST)