Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સોસાયટીઓ અને ફ્લેટસમાં ગરબા રમાડવાની છૂટ અપાઈ તો પાર્ટી પ્લોટમાં પણ આપો: હાઇકોર્ટમાં રીટ દાખલ: શુક્રવારે સુનાવણી

રાજકોટ: ગુજરાતમાં શેરી ગરબા રમાડવા માટે ૪૦૦ લોકોની મર્યાદામાં  મંજૂરી આપવામાં આવી છે, પરંતુ રાજ્યના ૮ જેટલા કોર્પોરેશન વિસ્તારોમાં આવેલ ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન માટે છૂટ આપવામાં આવી નથી. આથી શ્રી આકાશ પટવા સહિતના અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસમાં ગરબાને છૂટ અપાઈ તો પાર્ટી પ્લોટ માં છૂટ કેમ નથી અપાઈ તેવી તકરાર ઉઠાવી છે. ૮ ઓક્ટોબરે  હાઇકોર્ટમાં વિશેષ સુનાવણી હાથ ધરાશે હશે

આ પિટિશન દ્વારા ૮ મેગા સિટીઝમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારવામાં પણ આવ્યો છે.  અને સરકારી  નિયમો મુજબ તેમને પણ ગરબા આયોજન માટે છૂટ આપવામાં આવે.
અરજદારોએ વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવા તૈયારી દર્શાવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું કે, છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત છે, આપણે હાલ કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે ત્યારે શું સરકાર છૂટછાટ આપવા માંગે છે કે કેમ? તે અંગે સરકાર ખુલાસો કરે. આ મામલે ૮ ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

(8:49 pm IST)