Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચ ટીમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહીત મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચ ટીમ દ્વારા ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને તેમની ટીમના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની તાજેતરમાં શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મંત્રીઓની શુભેચ્છા મુલાકાતમાં રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના  જિલ્લાઓના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શુભેચ્છા મુલાકાતનું આયોજન રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું તેમ રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી મનોજ મિશ્રાએ અખબારી યાદીમાં જણાવ્યુ હતું.

(8:05 pm IST)