Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગાંધીનગરથી જોઈન્ટ રીવ્યુ મિશનની અમદાવાદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લેવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ ચાર ટીમ દ્વારા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આરોગ્યની ગુણવત્તાલક્ષી ચકાસણી કરવામાં આવી રહી છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ગાંધીનગરથી જોઈન્ટ રીવ્યુ મિશન અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લેવામાં આવી  આવી રહી છે. જે અંતર્ગત બુધવારે જોઈન્ટ રીવ્યુ મિશનની ટીમ દ્વારા વિરમગામ તાલુકામાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા બાળ સેવા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને મળેલ લાભ અંગેનો સંવાદ, આરોગ્યની સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર, સીએચસી, એસડીએચ, મેડીકલ કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ જોઈન્ટ રીવ્યુ મિશનની ચાર ટીમ દ્વારા તારીખ - 04/10/21 થી 08/10/21 સુધી ગુણવત્તા લક્ષી ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં એલજી હોસ્પિટલ અમદાવાદના ફેકલ્ટી, કોમ્યુનીટી મેડીસીન વિભાગના ડૉ.જય શેઠ અને ડૉ.ઉર્વીશ જોષી, ડીપીસી અમદાવાદ ડૉ.કોમલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

(8:04 pm IST)