Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શહેરા સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સગેવગે કરવાના કરોડોના કૌભાંડમાં મેનેજર મેઘરજથી ઝડપાયો

અનાજનો જથ્થો સરકારી દુકાનોમાં પહોંચાડવાને બદલે અંદાજે 3.67કરોડ રૂપિયાની કિંમતના ગરીબ કાર્ડ ધારકોના સરકારી અનાજ ઘઉં અને ચોખાની અંદાજે 14 હજાર જેટલી ગુણો સગેવગે કરી નાખી

ગોધરા: શહેરા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સરકારી દુકાનોમાં પહોંચાડવાને બદલે અંદાજે 3.67કરોડ રૂપિયાની કિંમતના ગરીબ કાર્ડ ધારકોના સરકારી અનાજ ઘઉં અને ચોખાની અંદાજે 14 હજાર જેટલી ગુણોસગેવગે કરવાના આ ચોંકાવ નારા કોઉંભાંડની શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા વેંત ફરાર થઇ ગયેલા ઇન્ચાર્જ ડેપો મેનેજર કૈનેયાલાલ રોત અંતે ગોધરા ડી.વાય.એસ.પી સી. સી ખટાણા એ વતન મેઘરજ ખાતે થી ઝડપી પાડ્યો છે.

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 3.67 કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની 13127 બોરીઓ અને ચોખાની 1298 બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં મામલતદાર મેહુલ ભરવાડે તા.20-2- 2021 ના રોજ આપેલ ફરીયાદમાં ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત અન્ય ઈસમો સામે શહેરા સામે ગુન્હો દાખલ થતાં જ અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં.

ગોધરાના ડી.વાય. એસ.પી.ને તપાસ સુપ્રત કરવામાં આવી હતી. આ સાથે પોલીસ તંત્રની ધરપકડથી બચવા માટે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રાત્રે ભાગતો ફરતો હતો. ડીવાએસપી સી.સી.ખટાણાને મેઘરજ વિસ્તારમા છુપાયો હોવાની બાતમી મળી હતી. આથી ઇન્ચાર્જ ગોડાઉન મેનજરને ઝડપી પાડીને ગોધરા ખાતે લાવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

(8:00 pm IST)