Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જામનગરનો ગરબો ભેટમાં અપાયો : કલાકાર નયનાબેન સચાણીયાએ તૈયાર કર્યો વિશેષ ગરબો

સફેદ કલરના ગરબામાં ભાજપના ચિન્હ કમળ તૈયાર કરીને આકર્ષક ડીઝાઈન વાળા ગરબો આપ્યો ભેટમાં :દૈનિક 10 થી 12 કલાક મહેનત : સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરતા 3 દિવસ જેવો સમય લાગે

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને જામનગરના ગરબો ભેટમાં આપવામાં આવ્યો છે  ગરબાના કલાકાર નયનાબેન સચાણીયાએ ખાસ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ માટે વિશેષ ગરબો તૈયાર કર્યો. જે સફેદ કલરના ગરબામાં ભાજપના ચિન્હ કમળ તૈયાર કરીને આકર્ષક ડીઝાઈન વાળા ગરબો તૈયાર કર્યો. તે પરીવારના સભ્ય વિપુલ સચાણીયા દ્રારા મુખ્યમંત્રીને ભેટમાં આપવામાં આવ્યો હતો
નવરાત્રીના તહેવાર આ લાંબા ધાર્મિક પર્વની ઉજવણી કરવા માટે ભકતોમાં ઉત્સાહ છે. તો પર્વમાં જોઈતી વસ્તુઓને નવા રંગરૂપ આપીને ખાસ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને માટીના ગરબા, જે અગાઉ માત્ર લાલ કે ગેરૂ કલરના મળતા, જેમાં હવે છેલ્લા કેટલાક વર્ષોથી નવિનીકરણ આવ્યુ છે.

નવરાત્રીના પર્વમાં માતાજીની પુજા-આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 3 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે. જામનગરના કલાકારે અલગ-અલગ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા છે. ગરબા તૈયાર કરવા માટે દૈનિક 10 થી 12 કલાક મહેનત કરે છે. સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરતા 3 દિવસ જેવો સમય લાગે છે. અને ત્રણ દિવસે બંન્નેની 10થી 12 કલાકની મહેનતથી આશરે 70થી 80 ગરબા તૈયાર થાય છે. અગાઉ માત્ર ગરબાને સાદા કલરજ કરાતા. હવે તેમાં અવનવી ડીઝાઈન, પેન્ડીંગ કરવામાં આવે છે. આ વખતે તો ગરબામાં આભુષણથી સુશોભિત કરવામાં આવેલ છે.

પહેલા માત્ર માટીના બનતા ગરબામાં લાલ કે ગેરૂ રંગના જોવા મળતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગરબામાં વિવિધ રંગોનો ઉપયોગ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે. તો આ વખતે તેમાં આંભલા, ટીકી, સિતારા, મોતી સહીતના આભુષણોથી ગરબાને તૈયાર કરવામાં આવ્યા છે. જામનગરના આ ગરબા ન માત્ર જામનગર પરંતુ રાજયભરના અનેક શહેરમાં વેચાય છે. આ ગરબા રૂપિયા 50થી લઈને 1500 રૂપિયા સુધીના વેચાય છે.

અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા. તેથી નવરાત્રીના એકાદ દિવસ પહેલા ખરીદી થતી. પરંતુ નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતા અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનુ પસંદ કરતા હોય તેથી નવરાત્રી પહેલા ઓર્ડર આપતા હોય છે. અથવા બજાર મળતા નવી ડીઝાઈન અને અલગ કલરના ગરબા ખરીદતા હોય છે.

નવરાત્રી પર્વમાં ગરબાનુ વેચાણ તો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે. અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનિકરણ કરીને નવા ડીઝાઈન રાખે ગરબા તૈયાર કરે છે.

(8:06 pm IST)