Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમ્યાન કેનાલમાં કેમિકલનો નિકાલ કરતા ટેન્કર સાથે બે શખ્સોને ઝડપી પાડયા

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે પેટ્રોલીંગ દરમ્યાન બાજીપુરા કેનાલમાં માનવ, જનાવર અને પશુ-પંખીના જીવવને નુકસાન પહોંચાડતુ કેમિકલ છોડતા બે શખ્સોને ટેન્કર સાથે ઝડપી પાડીને ખંભોળજ પોલીસ મથકે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સહિત વિવિધ ઈપીકો કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, લાલપુરા તરફ જવાના રસ્તા ઉપર આવેલી બાજીપુરા મોટી નહેરમાં એક ટેન્કર નંબર જીજે-૨૦, યુ-૩૯૭૬માંથી ઝેરી કેમિકલ કેનાલમાં ઠલવાઈ રહ્યું છે. જેથી પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં બાજીપુરા તરફ જતા રસ્તા ઉપર કેનાલના નાળા ઉપર ઉક્ત નંબરનું ટેન્કર ઉભુ હતુ અને તેની પાસેના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ કરતાં ટેન્કરના પાછળના ભાગે આવેલ વાલ્વમાં પાઈપ ફીટ કરી હતી અને તેનો એક છેડો નહેરના પાણીમાં મુકીને ટેન્કરમાંથી પ્રવાહી નહેરમાં નાંખવામા ંઆવતું હતુ. પોલીસે તુરંત જ વાલ્વ બંધ કરાવી દીધો હતો અને પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં તેઓ ભાવેશભાઈ રમેશભાઈ ગોહેલ (રે. સારસા)તેમજ હિંમતભાઈ ઉર્ફે અમતાભાઈ વાલાભાઈ ડામોર (રે. કલીયારી, તા. કડાણા, જીલ્લો મહિસાગર)ના હોવાનું જણાવ્યું હતુ.

(6:21 pm IST)