Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નડિયાદ તાલુકાના વડતાલમાં ડમ્પર પાર્ક કરવા મુદ્દે થયેલ ઝઘડામાં 8 શખ્સોએ હંગામો મચાવતા પોલીસ ફરિયાદ

નડિયાદ: તાલુકાના વડતાલમાં ડમ્પર પાર્ક કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં ૮ વ્યક્તિઓ ભેગા મળી ભયનું વાતાવરણ ઊભુ કરી ભારે હંગામો મચાવતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વડતાલમાં રહેતા મહેશભાઈ દિનેશભાઈ વણઝારાનો ભાઈ પોતાનું ડમ્પર ઘર આગળ પાછળ કરતા હતા તે વખતે મિતેષભાઈ ઉર્ફે શેરવો પરમાર પોતાનું બાઈક લઈને ફરવા નીકળતો હતો તે વખતે મહેશભાઈએ ધીમે ધીમે બાઈક લઈ જવા જણાવતા બંને વચ્ચે તુ તુ મે મે થઈ હતી. બાદમાં મિતેષનું ઉપરાણું લઈ તેના સંબંધી આવી ચડયા હતા અને પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસમાં મહેશભાઈ વણજારાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે મિતેશ ઉર્ફે શેરવો પરમાર, શૈલેશ પરમાર, ધમાભાઈ પરમાર, લાલાભાઈ પરમાર, ભલાભાઈ ઉર્ફે ભોલો પરમાર, જયેશભાઈ પરમાર, રોહનભાઈ પરમાર, ફુલાભાઈ પરમાર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:20 pm IST)