Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડોદરા:આંગડિયા પેઢીના પૈસા લઇ ઘરે પરત ફરતા વેપારીની સ્કૂટીની ડેકી તોડી 50 હજારની ઉઠાંતરી

 વડોદરા:આંગડિયા પેઢીમાંથી રૃપિયા લઇને ઘરે આવતા વેપારીના સ્કૂટરની ડીકી તોડીને રોકડા ૫૦ હજાર ચોરી જનાર આરોપીને સિટિ પોલીસે શોધી કાઢી ધરપકડ કરી છે.

કિશનવાડી કબીરચોકમાં રહેતા પ્રતિક મનુભાઇ નિઝામાએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારા ઘરે ઇલેક્ટ્રિકના બોર્ડ બનાવવાનો ધંધો કરૃ છું.ગત તા.૧૨ મી સપ્ટેમ્બરે મારા મિત્ર જીતુભાઇ (રહે.નંદુરબાર,મહારાષ્ટ્ર)ને ફોન કરીને જણાવ્યું હતું કે,મારા પિતા તથા મારા ભાઇના પત્ની બીમાર છે. જેથી,મારે રૃપિયાની  જરૃરિયાત છે.મારા મિત્રે બીજે દિવસે રજનીકાંતી આંગડિયા પેઢી સુલતાનપુરામાં ૭૦ હજાર રૃપિયા મોકલ્યા હતા.તે રૃપિયા લેવા માટે હું બપોરે સાડા બાર વાગ્યે  ગયો હતો.અને રૃપિયા લઇને બેન્કરોડ કલ્યાણરાયજી મંદિર પાસે આવ્યો હતો.પરંતુ,ત્યાં દુકાન બંધ હોવાથી હું ફતેપુરા વિસ્તારમાં દુકાને માલ લેવા માટે ગયો હતો.દુકાન પાસે સ્કૂટર પાર્ક કરીને હું અંદર ગયો હતો.લાઇટના બોર્ડ લઇને હું ઘરે  ગયો હતો.ઘરે જઇને ડીકી ખોલતા તેમાંથી પચાસ હજારનું બંડલ ગાયબ હતું.સુલતાનપુરાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોરી મારા સ્કૂટરની ડીકી તોડી ચોરી કરતા દેખાયો હતો.આ અંગે મેં પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ કરી હતી.સિટિ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને આરોપીને શોધી કાઢી વધુ તપાસ  હાથ ધરી છે.

(6:20 pm IST)