Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અગાઉ મારામારીના કેસમાં ચાર આરોપીને અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા: શહેરના આજવારોડ રામદેવનગરમાં ત્રણ વર્ષ પહેલા થયેલી મારામારીના કેસમાં  સામેલ ચાર આરોપીઓને અદાલતે બે વર્ષની કેદ તથા દરેક આરોપીને પાંચ હજાર દંડ કર્યો છે.

આજવારોડ રામદેવનગરમાં રહેતા જયેશ વિઠ્ઠલભાઇ પરમારે તા.૧૨-૦૯-૨૦૧૮ ના રોજ (૧) ગોપાલ ભીખાભાઈ માછી (૨) ભરત ભીખાભાઇ માછી (૩) જયેશ ભીખાભાઇ માછી અને (૪) રમેશ ભીખાભાઇ માછી (તમામ રહે.રામદેવનગર,આજવારોડ ) સામે પાણીગેટ  પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  જણાવ્યું હતું  કે,જયેશની બાઇક ગલીમાં પાર્ક કરેલી બાઇકના સાઇડ ગ્લાસને અથડાતા આરોપીઓએ જાતિ અપમાનિત શબ્દો કહી દાતરડા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હુમલાખોરોએ જયેશની માતાને પણ માર માર્યો હતો.

આ કેસ સ્પેશ્યલ જજ એસ.સી.ગાંધીની સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ભાવિક પુરોહિતની રજૂઆતો તથા પુરાવાના આધારે આરોપીઓને કસુરવાર ઠેરવીને બે વર્ષની કેદ તથા રૃપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે.

(6:19 pm IST)