Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડોદરામાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતા 21 ઢોર પકડી લેવામાં આવ્યા

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની શરૃ કરવામાં આવેલી ઝુંબેશમાં આજે ફર્સ્ટ શિફ્ટમાં બે ટીમ દ્વારા ૨૧ ઢોર પકડી લેવામાં આવ્યા હતા.

ગઇકાલે પણ ફર્સ્ટ શિફ્ટમાં બે ટીમ દ્વારા ૧૬ ઢોર પકડીને ડબામાં પૂરી દેવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં ૩૭ ઢોર પકડી લેવાયા છે જોકે રોજ જેમ બને તેમ વધુને વધુ રખઢતા ઢોર પકડી લઇને શહેરને ઢોર મુક્ત બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રખડતું ઢોર પ્રથમવાર પકડાશે તો રૃા.૬૨૦૦ નો દંડ અને રૃા.૧૦૦ રોજના ખાધાખોરાકીના વસૂલ કરી છોડાશે. બીજીવાર પકડાશે તો રૃા. ૧૧,૨૦૦ નો દંડ અને રૃા.૧૦૦ રોજના ખાધાખોરાકીના વસૂલ થશે બે થી વધુ વખત એનું એ જ ઢોર પકડાશે તો ગોપાલકની બેદરકારી બદલ કાર્યવાહી થશે, અને ઢોર પાંજરાપોળમાં મોકલી દેવાશે.

(6:19 pm IST)