Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરત:ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં ત્રણેક વર્ષ પહેલાં વિદેશમાં મેડીકલ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશના નામે લીધેલા રૃ.15 લાખનું પેમેન્ટ પરત આપવા આપેલા દશ લાખના ચેક રીટર્ન કેસના આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઋત્વિક ત્રિવેદીએ ત્રણ માસની કેદ,રૃ.10 લાખના દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

વરાછા ખાતે શીવશંકર પાર્વતી સોસાયટીમાં રહેતા ફરિયાદી એકાઉન્ટન્ટ રમેશકુમાર લવજી અકબરીએ સપ્ટેમ્બર-2018માં પોતાના પુત્ર કશ્યપકુમારને વિદેશમાં મેડીકલ પીજી મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપવાની કન્સલ્ટન્સી ધરાવતા આરોપી શૈલેશકુમાર સીંગ (રે.અગ્રવાલ હાઈટ્સ,મલ્લાડ(વેસ્ટ) મુંબઈ)નો સંપર્ક સાધ્યો હતો.જેના માટે ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબ રૃ.૫ લાખ રોકડા તથા 10 લાખ રોકડા ચુકવ્યા હતા.પરંતુ નિયત સમય બાદ ફરિયાદીના પુત્રનું એડમિશન કરાવી ન શકતાં ફરિયાદીએ નાણાં પરત માંગ્યા હતા.જેથી આરોપીએ રૃ.૫ લાખ રોકડા તથા 10 લાખનો ચેક ફરિયાદીને લખી આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આજે કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી શૈલેષકુમારસીંગને દોષી ઠેરવી સજા-દંડનો નો હુકમ કર્યો હતો. આરોપી દંડ ભરે તો ફરિયાદીને દંડની રકમ વળતર પેટે ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

(6:14 pm IST)