Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરતની કિમ ચોકડી નજીક બાઇકને બચાવવા જતા ટેમ્પો પલ્ટી ખાતા બાળકીના મોતથી અરેરાટી

સુરત : શહેરનીકિમ ચોકડી પાસે ભરવાડની ચાલ પાસે રહેતી 7 વર્ષીય આરતી નરેશ ઘરણીયા સોમવારે રાતે કિમથી મામા જયદિપ કિશન ધુમડીયા(ઉ-વ-24) અને તેમની પત્ની આકાશી સાથે ટેમ્પામાં બેસીને લસકાણા ખાતે સંબંધીને ઘરે જવા નીકળી હતી.  તે સમયે કિમ ચાર રસ્તા પાસે પાલોદગામની સિમમાં ઝમઝમ રેસીડન્સી પાસે બાઇકચાલકને બચાવવા જતા ટેમ્પો પલ્ટી થઇ ગયો હતો. જેમાં બાળકી આરતીને ગંભીર ઇજા થઇ અને દંપતિને નાની મોટી ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ડોકટરે આરતીને મૃત જાહેર કરી હતી. આરતી મુળ ભાવનગરના પાલીતાણાની વતની હતી. તે એક ભાઇની એક બહેન હતી. તેના પિતા મજુરી કામ કરે છે.

(6:13 pm IST)