Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરતમાં બદલાતી ઋતુ સાથે રોગચાળો વકરી પડતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

સુરત: શહેરમાં હાલ બદલાતી જતી ઋતુ સાથે રોગચાળો પણ વકરી રહ્યો છે. સુરતમાં ઝાડા ઉલટી સહિત અન્ય રોગના કેસ વધી રહ્યા છે ત્યારે રાંદેર ઝોન ની એક સોસાયટીમાં છેલ્લા ઘણા વખતથી ગંદા પાણી આવવાની ફરિયાદ ઉઠી છે. આ ગંદા પાણીને કારણે રોગચાળો થાય તેવી દહેશત લોકોમાં છે. પાલિકા તંત્રએ ફરિયાદનો નિકાલ નહીં કરતા આજે સોસાયટીના રહેવાસીઓ ગંદા પાણીની બોટલ સાથે પાલિકા કચેરીએ વિરોધ કરવા પહોંચી ગયા હતા.

રાંદેર ઝોનમાં આવેલી સંત તુકારામ સોસાયટી અને તેની આસપાસના કેટલાક વિસ્તારમાં ગંદુ અને ગંધાતું પાણી આવી રહ્યું છે. હાલ સોસાયટીના રહીશોએ અનેક વખત પાલિકા કચેરીએ ફરિયાદ કરી છે. ફરિયાદના કારણે રાંદેર ઝોનમાં અનેક જગ્યાએ લીકેજ નહીં કામગીરી શોધવા માં આવી રહી છે પણ તેમાં સફળતા મળી નથી. એક તરફ શહેરમાં રોગચાળો છે અને બીજી તરફ રાંદેર ઝોનમાં ગંદુ પાણી આવી રહ્યું છે તેની ફરિયાદનો નિકાલ ન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે લોકોએ રજૂઆત કરતા ચીમકી આપી હતી કે જો પાલિકા તંત્ર ફરિયાદનો નિકાલ નહીં કરે તો આંદોલન કરવામાં આવશે.

(6:12 pm IST)