Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સેફટીના અભાવે ચાર પ્રાથમિક શાળાઓ સીલ કરવામાં આવી

પાટણ:જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીની અમલવારીને લઈને નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરમાં  ફાયર એનઓસી વગરની ચાર પ્રાથમિક શાળાઓને સીલ કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

રાધનપુર શહેરમાં આવેલ શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર એનઓસી બાબતે નગર પાલિકા દ્વારા વારંવાર જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે બેદરકાર  ફાયર એનઓસી વગરની ચાર પ્રાથમિક શાળાઓને   નગર પાલિકા દ્વારા તા.૪થી ઓક્ટોબરની મોડી સાંજે સીલ કરવામાં આવી હતી. આ બાબતે નગર પાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું  કે ,ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી રીટ પિટિશન અન્વયે  ફાયર સેફટી સટફિકેટ વગરની શાળાઓમાં વારંવાર નોટિસ આપવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફાયરસેફ્ટી સર્ટીફીકેટ લેવામાં આવ્યું નથી જેને લઇને શહેરમાં આવેલ કાજી વાસ ખાતેની પાલનપુર જૈન સંઘ પ્રાથમિક શાળા, દેસાઈ દરવાજા પાસે આવેલ ડા. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા, ગેલાશેઠ ની શેરી ખાતે આવેલ બી. એલ. પરીખ પ્રાથમિક શાળા અને રાજભા ગઢવી પાસે આવેલ દૂધસાગર ડેરી પ્રાથમિક શાળાને નગરપાલિકાના અધિકારી દ્વારા સીલ કરવામાં આવી હતી. 

(6:12 pm IST)