Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યુગ દ્રષ્ટા, શિક્ષણ કેળવણીના ક્રાન્તદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૪ મો પ્રાગટ્યોત્સવ દબદબાભેર ઉજવાયો

સાઉથ ઝોન - અમદાવાદમાં એક લાખ ત્રીસ હજાર ઉપરાંતની અભૂતપૂર્વ વેક્સિનેશનની કામગીરી માટે AMC દ્વારા ગાદી સંસ્થાનને સન્માનપત્ર અર્પણ કરાયું...

 ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃસ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરનાર સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મૂઠી ઊંચેરા મહાન સંત હતા. તેઓશ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટેના યુગ દ્રષ્ટા હતા. 

શિક્ષણ કેળવણીના ક્રાન્ત દ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા કેળવણી વિશે ખુબ ઊંડું મંથન કરતા રહેતા. બાળકને દેશ અને દુનિયાનો શ્રેષ્ઠ નાગરિક અને અંગત રીતે ઉત્તમ માનવી બનાવવા માટે એને ગળથુથીમાં જ સંસ્કાર સિંચવા જરૂરી છે, એવી એમની દ્રઢ માન્યતા હતી. એવા જ શુભ હેતુસર સ્વામીબાપાએ શ્રી ઈશ્વરસદ્દવિદ્યાશ્રમ - શ્રી સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી. 

સ્વામીબાપાના પ્રાગટ્યનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણથી તુલા થઈ. ત્યાગમૂર્તિ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કહ્યું " સમાજે આપ્યું એ સમાજને અર્પણ." સુવર્ણતુલા નિમિત્તે જે દ્રવ્ય આવ્યું એમાંથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા સુવર્ણતુલા સ્મારક ટ્રસ્ટ રચાયું. મણિનગર જાણે વિશ્વકલ્યાણનું કેન્દ્ર બની રહ્યું. ઉચ્ચ શિક્ષણ સંસ્થાની જવાબધારી એક ધર્મગુરુ સાંભળે એ કાર્ય હાથ ધરી સ્વામીબાપાએ વિશ્વના ઇતિહાસમાં નવો વિક્રમ સર્જયો. શ્રી સ્વામિનારાયણ કોલેજના ઉદ્ધઘાટન પર્વમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ર્ડા. રાધાકૃષ્ણન્ સ્વામીબાપાની વિદ્યાપ્રીતિ પર ઓવારી જઈ બોલી ઉઠેલા " શ્રી મુક્તજીવન સ્વામીજી મહારાજે ધર્મનો પૈસો શિક્ષણ શેત્રે વાપરી અજોડ કાર્ય કર્યું છે. અજોડ વ્યક્તિ જ અજોડ કાર્ય કરી શકે." 

 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યુગ દ્રષ્ટા, શિક્ષણ કેળવણીના ક્રાન્ત દ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૪ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને શાહી સ્વાગતના તે તે પૂજનીય સંતોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને શાહી પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ, પુષ્પની ચાદર, સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃતકૃત્યતા અનુભવી હતી. શ્રીજીબાપા સ્વામીબાપાનું પૂજન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને તુલામાં બિરાજમાન કરી પુષ્પ, સોપારી, ગોળ, શ્રીફળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી. આ તુલાનાં હજારો હરિભક્તોએ દર્શન ઓનલાઇન કર્યા હતા અને ધન્ય બન્યા હતા. 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને કોવિડ વેક્સિનેશન માટે મણિનગર તેમજ રાણીપ ખાતે હોલની વ્યવસ્થા કરી હતી. જેમાં ડોક્ટરો અને નર્સોને રહેવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા પુરી પાડી હતી. ૧,૩૦,૦૦૦ ઉપરાંતનું અભૂતપૂર્વ વેક્સિનેશન થયું હતું. કોવિડમાં જે જે મૃત્યુ પામ્યા હતા તેઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ડો. તેજશ શાહ - ડેપ્યુટી હેલ્થ ઓફિસર સાઉથ ઝોન - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને - શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને સન્માનપત્ર અર્પણ કર્યું હતું.

 

આજે શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૪ મો પ્રાગટ્યોત્સવ વિશ્વના તે તે દેશોમાં વસતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો - હરિભક્તોએ સરકારશ્રીના નિયમો અનુસાર સોશ્યલ ડિસ્ટન્સના પાલન સહ ઉજવણી કરી હતી.

(4:06 pm IST)