Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

સરકારી રિપોર્ટમાં પણ હોસ્ટલો જર્જરીત હોવાં છતાં કોઈ પગલાં ન લેવાતા સતત ત્રીજા દિવસે : આજે વિદ્યાર્થીઓએ કાળા કપડા અને સફેદ પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો

અમદાવાદ, તા. ૬ : બી જે મેડિકલ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થીઓ છેલ્લા ૩ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમા તેઓ કાળા કપડા અને સફેદ પટ્ટી સાથે વિરોધ કરી રહ્યા છે.

અમદાવાદમાં આવેલ બીજે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનો વિરોધ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કોલેજની હોસ્ટેલમાં સુવિધાઓનો અભાવ છે. જેના કારણે કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે વિદ્યાર્થીઓ છેલ્લા ૩ દિવસથી વિરોધ કરી રહ્યા છે. તેમ છતા કોલેજ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી છે.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટલોમાં સુવિધાઓનો અભાવ છે જેના કારણે તેમને હોસ્ટેલમાં રહેવાની સાથે સાથે ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૩ દિવસથી વિદ્યાર્થી વિરોધ કરી રહ્યા છે. અગાઉ તેમણે રજૂઆતો પણ કરી હતી. તેમ છતા પણ કોઈ પણ ખાસ કામગીરી કરવામાં વચતી આવી રહી.

વિદ્યાર્થીનીઓએ સમગ્ર મામલે વિરોધ કરતા જણાવ્યું કે ગર્લ્સ હોસ્ટેલ જરા પણ રહેવા લાયક નથી તેમ છતા તેઓ ત્યા છેલ્લા કેટલાય સમયથી રહી રહ્યા છે. આપને જાણીને આશ્યર્ય થશે કે સરકારી રિપોર્ટમાં પણ ગર્લ્સ હોસ્ટેલ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતા પણ વિદ્યાર્થીઓની કોલેજને જરા પણ ચિંતા નથી. ગર્લ્સ હોસ્ટેલ જેવીજ પરિસ્થિતી બોયસ હોસ્ટેલની પણ છે. વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી હોસ્ટેલમાં સુવિધાઓને લઈને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતા તેમનું કોઈ સાંભળતું નથી જેથી આજે વિદ્યાર્થીઓએ કાળા કપડા અને સફેદ પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.

(3:25 pm IST)