Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ''આપ'' ને ૧પ દિવસમાં રર% મત મળ્યા : ઇસુદાન ગઢવી

ઓછા દિવસોમાં લોકોએ અમારા ઉપર વિશ્વાસ મુકયો તે બતાવે છે કે લોકો પરિવર્તન ઇચ્છે છે

રાજકોટ, તા.  ૬ : આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી ઇસુદાન ગઢવીએ જણાવ્યુ છે કે ગાંધીનગર  ચૂંટણીમાં મારુ અંગત માનવું  છે  અને એનાલિસિસ  છે કે આપની  ટિમ ૧૬ સપ્ટેમ્બરથી પ્રચારમાં ઉતરી હતી ! સ્વાભાવિક છે કે પહેલી વખત ચૂંટણી 'આપ' પાર્ટી લડી રહી હતી એટલે સંગઠન એટલું મજબૂત ના હોય બીજું કે 'આપ' પાર્ટી માત્ર ૪૦ પર લડતી હતી છતાં એને ૨૨ ટકા વોટ ૧૫ દિવસમા  મળ્યા એટલે એ પાર્ટી માટે મોટી જીત જ કેવાય !

 બીજું કે કોંગ્રસ પાર્ટી કરતા કોંગ્રેસ ના મજબૂત ૧૦ જેટલા ઉમેદવાર લડતા હતા એટલે એમને પણ વોટ ખેંચવામાં સફળતા મળી ! અને પાલિકા સહીતની ચૂંટણીઓ સ્થાનિક નેતૃત્વ ,સ્થાનિક મુદ્દા અને પાર્ટીઓની વર્ષોની પકડ અને સંગઠન પર લડાતી હોય છે ! ભાજપએ ઉમેદવારોમાં મોટા ભાગના સરપંચ ઓને ઉતાર્યા અને એમનું સંગઠન તો વર્ષોથી હોય જ એટલે એમને સફળતા  મળવી  સહેલી હતી !

છતાં પણ આપ પાર્ટી આ બધાની વચ્ચે ૧૫ દિવસમા ૨૨ ટકા વોટ મેળવી ને સંગઠન વધુ મજબૂત કરી દીધું છે ! રહી વાત વિધાનસભાની તો એમાં મુદ્દા અને ચહેરા પર ચૂંટણી લડાતી હોય છે ! એટલે જ વિશ્વાસ સાથે કહું છું કે ગાંધીનગર માં લોકો એ એટલા દિવસમાં એટલો વિશ્વાસ કર્યો તો નક્કી જનતા પરિવર્તન ઈચ્છે છે!

'આપ' પાર્ટીનું  લક્ષ્ય ૨૦૨૨ છે અને  એમાં જનતા ની વચ્ચે મજબૂત મુદ્દા ઓ સાથે જશુ  તેમ અંતમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે.

(3:23 pm IST)