Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવરાત્રી બંદોબસ્ત માટે અમદાવાદમાં એક ડઝન ડીસીપી અને બે ડઝન એસીપીને વિશેષ જવાબદારી સુપ્રત કરતા સીપી સંજય શ્રીવાસ્તવ

દારૂ પીધેલી હાલતમાં નીકળ્યા તો નથી ને? બ્રિધીગ મશીન દ્વારા મોઢા સુંઘવાના રાજ્ય ભરમાં અમલના આદેશ છૂટ્યા : મહાનુભાવોની મુલાકાત સમયે તકેદારી, હોટેલ, રેસ્ટોરન્ટ અને શકમંદ સ્થળો પર બાજ નજર, સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, ડીસીપી ડો. હર્ષદ પટેલ સાથે અકિલાની વાતચીત

 રાજકોટ તા.  કાલથી પ્રારંભ થનાર નવરાત્રી મહોત્સવ અંતર્ગત કાયદો વ્યવસ્થા ચુસ્તપૂર્વક જળવાય રહે તે માટે રાજ્ય ભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે આપેલ સૂચના અંતર્ગત  અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રોડ પર શરાબના નશામાં ન નીકળે તે માટે જબરજસ્ત બંદોબસ્ત રાખી બ્રેધર મશીન દ્વારા મોઢા સૂંઘી દારૂ પીને નીકળનારાંઓને લોકઅપમાં ધકેલવા આદેશો આપ્યા છે

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં અમદાવાદના ડીસીપી કન્ટ્રોલ ડો.હર્ષદ પટેલ દ્વારા બંદોબસ્તની રૂપ રેખા આપતા જણાવ્યું  હતું કે,  ઉકત બંદોબસ્તમાં ના.પો. કમિ.શ્રી ૧૩, મ.પો.કમિ.શ્રી ૨૪, પોલીસ ઇન્સ્પેકટશ્રી ૭૦, પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ૨૨૦, કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ ૮૦૦૦, એસઆરપી કંપની ૨, હોમગાર્ડઝ ૩૮૦૦, પી.સી.આર. ૯૦, કયુ.આર.ટી ૫, સી ટીમ ૯૧, હોકબાઇક ૭૮ સામેલ કરવામાં આવશે.

  શેરી ગરબાના આયોજકો દ્વારા જે કાળજી રાખવાની છે તે અંગે હર્ષદ પટેલ દ્વારા વિશેષમાં જણાવ્યું છે કે,  રાત્રીના ૧૨ સુધી, ૪૦૦ વ્યકિતઓ, લાઉડ સ્પીકર માટે ધ્વનિ નિયંત્રણના સુપ્રિમકોર્ટના નિયમોનું પાલન, ગરબા ઉજવણીમાં ભાગ લેનાર, વેકસીન ૨ ડોઝ, કોઇ ધર્મ કે જાતિ વિરૂધ્ધની ટિપ્પણીનું સોશ્યલ મિડીયા દ્વારા મોનીટરીંગ, ટ્રાફીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મહોલ્લા સમિતિ તથા શાંતિ સમિતિ મીટીંગ, લાઉડ સ્પીકરની ફરીયાદ આવે તો તાત્કા. કાર્યવાહી, મહાનુભાવોની મુલાકાત દરમિયાન તકેદારી, હોટલ રેસ્ટોરન્ટ ઉપર નજર, સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ, અપીલ તમામ તહેવારોની જેમ નાગરીકોના સહકારની અપેક્ષા, કોરોના ગાઇડલાઇનનું ખાસ પાલન કરી તહેવાર ઉજવીએ.

(3:23 pm IST)