Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વલસાડના ગુંદલાવ નજીક મોટર કારના વર્કશોપમાં આગ ભભૂકી : ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની

વલસાડના ગુંદલાવ નજીક એક મોટર કાર ના વર્કશોપમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જેને બૂઝવવા ફાયર ફાઈટરની ટીમને પણ નાકે દમ આવી ગયો હતો.

હાઇવે નજીક આવેલા કેરવેલ નામના એક મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. વર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ ઓઇલ અને કેમિકલના જથ્થામાં આગ પ્રસરતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ બેકાબૂ બની હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઈટરની મદદની જરૂર જણાતા અતુલના પણ ફાયર ફાઈટરની ટીમને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આમ ઘટનાસ્થળ પર 3 થી વધુ ફાયર ફાયટરોની ટીમ એ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

(12:53 pm IST)