Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

એ લાખો રૂપિયાની બે હિસાબી રોકડ રકમ મહારાષ્ટ્રમાંથી ચોરી કરીને લવાયાનો ઘટસ્ફોટ

સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ પૂણે પોલીસ મથકના પીઆઈ વિજયસિંહ ગડરિયા ટીમ દ્વારા અંતે ચકચારી મામલા પરથી પડદો ઉંચકાયો

 

રાજકોટ,તા.૬: સુરત પોલીસ દ્વારા મહારાષ્ટ્રના મનોહર લક્ષ્મણ નામના શખ્સ પાસેથી રૂપિયા ૫૦૦ના દરની મળી આવેલ લાખો રૂપિયાના બે હિસાબી સંપત્તિ ચોરીની નીકળી હોવાનું પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા જણાવાયું છે.

પુણા પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેકટરશ્રી વી.યુ.ગડરીયા નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમ્યાન આજરોજ તા.૫/૧૦/૨૦૨૧ના રોજ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.શ્રી પી.કે.રાઠોડ તથા બીજા પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.સ.ઈ.પી.કે.રાઠોડ તથા અ.પો.કો.વિલેશ જસવંતભાઈ નાઓની સંયુકત બાતમી હકિકતના આધારે કડોદરા સુરત રોડ સારોલી ગામ તરફના રોડ પરથી આરોપી મનોહર લક્ષ્મણ બન્સોડે ઉ.વ.૩૫ ધંધો- ડ્રાઈવર રહે- વિશ્વકર્મા વિદ્યાલયની બાજુમાં વી.આઈ.પી.કોલેજ ગેટનં.૦૨ની પાસે આવેલ ચાલીમા, પીંપરી ચીંચોડ મહારાષ્ટ્રનાને પકડી તેની પાસેથી રૂ.૫૦૦ના દરની ચલણી નોટોના બંડલો મળી કુલ રૂ.૧૮,૩૦, ૦૦૦/- રોકડા રૂપિયા બિલ કે આધારપુરાવા વગર મળી આવતા CRPC કલમ- ૧૦૨ કબ્જે કરી મજકુર ઈસમને આજરોજ તા.૫/૧૦/૨૦૨૧ના રોજ CRPC કલમ- ૪૧ (૧) (ડી) મુજબ ડિટેઈન કરેલ છે.

મજકુર ઈસમની યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા જણાવેલ કે ''ગઈ તા.૪/૧૦/૨૦૨૧ના રોજ જયગણેશ વ્હીજનની સામેના રોડ આર્કુડી નીગડી ખાતે પોતાના શેઠ ક્રાંતિ ચંદન રાજપુતનાઓની ફોર વ્હીલ કારમાંથી રોકડા રૂપિયા ચોરી કરી નાશી ગયેલ.'' વિગેરે હકિકત જણાવતો હોય જેથી મહારાષ્ટ્ર રાજયના પુણે તથા પીંપરી ચીંચવડ જીલ્લામાં તપાસ કરતા- કરાવતા આ બાબતે મહારાષ્ટ્રના પીંપરી ચીંચવડ જીલ્લાના નીગડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નં.૦૪૯૮/૨૦૨૧ ઈ.પી.કો. કલમ- ૩૮૧ મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી તેઓને આરોપી તથા મુદ્દામાલ મેળવી લેવા ટેલીફોનથી જાણ કરેલ છે. આમ મહારાષ્ટ્ર રાજયના નીગડી પોલીસ સ્ટેશનના પોતાના જ શેઠના રોકડા રૂપિયા ચોરી કરી નાશી ગયેલ આરોપીને રોકડા રૂપિયા સાથે પકડી પાડી ખુબજ પ્રશંશનીય કામગીરી કરેલ છે.

(12:43 pm IST)