Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કોંગ્રેસને હરાવવાનું હથિયાર ઇ AAP: પરેશ ધાનાણી

રાજકોટ,તા. ૬ : વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે કે,  સરકારની તરફેણમાં માત્ર ૪૬.૮૯% અને વિરુદ્ઘમાં ૪૯.૭૯%, મતલબ કે નિષ્ફળ સરકારનો અહંકાર ૨.૯૦% જેટલા જંગી મતની લીડથી પરાસ્ત, છતાંય જો સતા વિરોધી મત વહેંચાઈ ગયા તો વિકરાળ સમસ્યાઓ પણ ફરીથી જીતી શકે છે.

ભાજપના સળંગ ૨૫ વર્ષિય શાસન પછી પણ આર્થિકમંદી-મોંઘવારી-બેરોજગારી-નશાખોરી નફાખોરી-કાળા બજાર-અત્યાચાર-ભ્રષ્ટાચાર ગરીબી-કુપોષણ-કર શોષણ-ખેડૂત પાયમાલી મોંઘુ શિક્ષણ, વધતી આત્મહત્યા, સારવારની ઊણપ, પેટ્રોલ-ડિઝલ તથા ગેસના વધતા ભાવ, તુટતો વેપાર, છૂટતી જતી નોકરી, ડ્રગ્સ માફિયા, ખનન માફિયા, કર્મચારીઓની કઠણાઈ, શ્રમિકઙ્ગ શોષણ, વ્યાંજકવાદ જેવી વકરતી સમસ્યાઓ છતાંય પણ સરકારી દમનનાં ખૂદ વિરોધીઓ જ જો અંદરો અંદર વહેંચાઈ જાય તો ગરીબ, ગામડા અને ખેડૂતો ફરીથી હારી જશે.

પહેલા MJP,ઙ્ગ પછી GPP અને હવે AAP, માટે ભવિષ્યમાં સૌ કોઈ સમજી વિચારી અને એકલઠ્ઠુ પ્રયાણ અને સામુહિક પ્રયાસ કરજો, નહીંતર ફરીથી પાછી ગાંધીનગર વાળી થશે.! તેમ અંતમાં પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે.

(12:42 pm IST)