Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભૂપેન્દ્રભાઈ પટેલ દુબઇ એકસપો-ર૦ર૦માં ઇન્ડીયા પેવેલિયન ખાતે ધોલેરા SIRના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે

રાજકોટ તા.૬ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દુબઇ એકસપો-ર૦ર૦માં ઇન્ડીયા પેવેલિયન ખાતે આજે બપોરે ધોલેરા SIRના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે. 

     સેટિંગ ન્યૂ બેંચ માર્કસ ફોર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી-ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી’ની વિષયવસ્તુ સાથે આયોજિત આ સત્રમાં મુખ્યમંત્રીશ્રી આ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા SIRની વિશેષતાઓની પ્રભાવક પ્રસ્તૃતિ કરશે. 

      મુખ્યમંત્રીશ્રીને આ સત્રમાં કિ-નોટ એડ્રેસ માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

      દુબઇ એકસપો –ર૦ર૦માં ‘ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા’ સેશનનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે ૪ કલાકે થવાનો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ સત્રમાં ભારતના દુબઇ ખાતેના કોન્સ્યુલ જનરલ શ્રી અમન પૂરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ચેરમેન શ્રી સંજીવકુમાર, શરાફ ગૃપના વાઇસ ચેરમેન શ્રી શરાફૂદિન શરાફ પણ વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ ઉપસ્થિતીથી જોડાશે.

(12:25 pm IST)