Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગાંધીનગર મનપા ચૂંટણી : ભાજપની તરફેણમાં 46.89 અને વિરુદ્ધમાં ૪૯.૭૯ ટકા મત પડ્યા

૨.૯૦ ટકા જેટલા ઓછા મત મળ્યા હોવા છતાં મત વિભાજન કરવામાં ભાજપ વધુ એક વખત સફળ : મનીષ દોશી

ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યભરમાં યોજાયેલી જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય બી.ટીમને મેદાનમાં ઉતારીને થયો છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કર્યો છે અને વધુમાં જણાવ્યું છે કે સત્તા વિરોધી મતોનું વિભાજન કરવા માટે ભાજપે ગોઠવેલી ચાલ વધુ એક વખત સફળ રહી છે. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે સત્તા અપાવવામાં મદદકર્તા બની છે.

તેમણે જણાવ્યું છે કે પહેલા એમજેપી, પછી જીપીપી અને હવે આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારી મતોનું વિભાજન કરી ભાજપ ચૂંટણી જીતી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે ગઈકાલની ચૂંટણીના પરિણામોની આંકડાકીય માહિતી સાબિત કરે છે કે ભાજપની તરફેણમાં 46.89 અને વિરુદ્ધમાં ૪૯.૭૯ ટકા મત મળ્યા છે.૨.૯૦ ટકા જેટલા ઓછા મત મળ્યા હોવા છતાં સરકાર વિરોધી મત વિભાજન કરવામાં ભાજપ વધુ એક વખત સફળ રહ્યું છે.

(11:44 am IST)