Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

લગ્નના ૧૪ વર્ષ પછી પતિને ડિવોર્સ આપીને પ્રેમી સાથે પરણી મહિલાઃ ભૂલ સમજાતા પાછી ફરી

થોડા અઠવાડિયા બાદ પ્રેમી સાથે મનમેળ ન થતાં ડિવોર્સ લઈ પૂર્વ પતિ પાસે રહેવા ગઈ : મહિલાને તેનો પ્રેમી દબાણ કરતો હોવાથી અભયમ ટીમની મદદ લીધી હતી

અમદાવાદ, તા.૬: શહેરમાં રહેતી એક મહિલાએ ૧૪ વર્ષના લગ્નજીવન બાદ પતિને છૂટાછેડા આપી પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરી દ્યર વસાવ્યું હતું. જો કે, થોડા અઠવાડિયા બાદ તેની સાથે પણ મનમેળ ન થતા તેણે તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા અને પિયર રહેવા જતી રહી હતી. ત્યારબાદ પ્રેમીએ મહિલાને મનાવી લીધી હતી અને બંને બે મહિના સુધી હોટેલમાં રહ્યા હતા. આ વાતની જાણ પ્રેમીના માતા-પિતાને થતા તેના લગ્ન બીજી સ્ત્રી સાથે કરાવી દીધા હતા. તેથી, મહિલા પણ પોતાના પૂર્વ પતિ સાથે રહેવા લાગી હતી અને છતાં પ્રેમી સાથે સંબંધ રાખતી હતી. પ્રેમીની પત્નીને જયારે આ વાતની જાણ થઈ તો તેણે છૂટાછેડા આપવાની વાત કરીને પિયર રહેવા જતી રહી હતી. તેથી, પ્રેમી મહિલાને તેની સાથે રહેવા માટે દબાણ કરતો હતો. આ અંગેની જાણ કરાતા અભિયમની ટીમે મહિલા અને તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરીને ૪ વ્યકિતઓનું જીવન બરબાદ થતાં બચાવ્યુ હતું.

મહિલાએ અભિયમની ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે, શ્નજ્રાક્નજીટ પ્રેમી મને હેરાન કરે છે અને તેથી તેને સમજાવવામાં મદદ કરો'. તેથી, ટીમ દ્યટનાસ્થળે પહોંચી હતી. જયાં પૂછપરછ કરતાં મહિલાએ કહ્યું હતું કે, ૧૪ વર્ષના લગ્નજીવન બાદ પ્રેમી સાથે લગ્ન કરવા તેણે છૂટાછેડા લીધા હતા. દસ વર્ષના દીકરાને પતિ પાસે મૂકીને પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યાં પણ મનમેળ ન થતા ફરીથી ડિવોર્સ લીધા હતા. બાદમાં મહિલા તેના પિયરમાં બે મહિના સુધી રહી હતી. આ દરમિયાન પ્રેમી તેને મનાવવા માટે અવારનવાર જતો હતો.

મહિલા અને પ્રેમી બે મહિના સુધી હોટેલમાં રોકાયા હતા. બીજી તરફ પ્રેમીના માતા-પિતાને સંબંધ મંજૂર ન હોવાથી તેના અન્ય સ્ત્રી સાથએ લગ્ન કરાવી દીધા હતા. તેથી, મહિલા પૂર્વ પતિ પાસે ગઈ હતી અને તેણે કહ્યું હતું કે શ્નદ્બફ્રત્ન મારા દ્યરે મારા દીકરાની મા બનીને રહે. અમારા બંનેની રસોઈ બનાવ. તારે તારી જીંદગી જે રીતે જીવવી હોય એ રીતે જીવ, હું તને ના નહીં પાડુ'. મહિલા એક વર્ષ સુધી પૂર્વ પતિ સાથે રહી હતી. આ દરમિયાન પ્રેમી સાથેના મહિલાના સંબંધ યથાવત્ રહ્યા હતા.

પ્રેમીની પત્નીને તેના પ્રેમપ્રકરણની જાણ થતા પિયર ગઈ હતી અને ડિવોર્સનું નક્કી કર્યું હતું. તેથી પ્રેમી મહિલા પાસે આવ્યો હતો અને સાથે રહેવા માટે દબાણ કરતો હતો. મહિલાને દીકરા અને પૂર્વ પતિ સાથે રહેવું હતું તેથી, અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલાને તેની ભૂલ સમજાઈ હતી. બીજી તરફ પ્રેમીને પણ તે મહિલાનો પૂછો કરવાનું અને સંબંધ પૂરા કરવાની સમજણ આપી હતી. તેથી, પ્રેમીએ પત્નીની માફી માગી હતી. આ રીતે અભયમની ટીમે મામલો થાળે પાડીને ૪ વ્યકિતઓનું જીવન બરબાદ થતા બચાવ્યું હતું.

(9:51 am IST)