Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર - અમદાવાદના ૩૦ મા પ્રતિષ્ઠોત્સવે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું...*

પૂજનીય સંતો દ્વારા બ્લડ ડોનેશન...

કેળવણીના ક્રાંતદ્રષ્ટા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા કેળવણી - શિક્ષણના હિમાયતી હતા. તેઓશ્રીએ મણિનગરમાં ૭૫ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ મંદિરના મંડાણ માંડ્યાં તે પહેલાં શિક્ષણ માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ છાત્રાલય - શ્રી ઈશ્વરસદ્ વિદ્યાશ્રમની સ્થાપના કરી હતી.

 

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર - અમદાવાદના પ્રાંગણમાં વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદના ૩૦ મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં ઉચ્ચ અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં કારકિર્દીની ઉપલબ્ધિઓ મેળવીને પોતાનું, ગામનું, શાળા વગેરેનું નામ રોશન કર્યું છે. આવા ૭૦ વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓ આગળ ઉપલબ્ધિઓ મેળવતા રહે અને વધુ ને વધુ પ્રગતિ મેળવે એવા ૭૦ થી વધુ તેજસ્વી તારલાઓ જેવા કે સીએ, પીએચડી, એનસીસી, વિવિધ રમતો ક્ષેત્રે ઈન્ટરનેશનલ કક્ષાએ ગોલ્ડ મેડાલિસ્ટ, એમબીબીએસ, એમડી, બીડીએસ, એમટેક, એમએસસી બીએડ વગેરે ક્ષેત્રે નામના મેળવનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓનું સન્માન આદર એ સદીઓની અને નિત્ય પરમ્પરા એ હમેશા રોજ થાય છે.

એટલે જ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. તે તે ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે તેમના માતા-પિતા પણ હાજર રહ્યા હતા.

વળી, આ અવસરે પૂજનીય સંતોએ બ્લડ ડોનેશન કર્યું હતું.

(9:42 am IST)