Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજ્યમાં સરેરાશ 95.13 ટકા વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો

સરદાર સરોવર જળાશયમાં હાલ ૨૨૯૮૦૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ: ચાલુ વર્ષે અંદાજીત ૮૪.૫૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર

અમદાવાદ : રાહત કમિશનર અને અધિક સચિવશ્રી,મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર જીસ્વાન પર યોજવામાં આવેલ.

રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી અને જણાવ્યુ કે, રાજયમાં અત્યાર સુધી તા.૦૫/૧૦/૨૦૨૧ અંતિત ૭૯૯.૧૦ મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ કુલ ૯૫.૧૩% એવરેજ થયેલ છે.

 ડાયરેકટર દ્વારા જણાવેલ છે કે, ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશથી વધુ સારો વરસાદ થયેલ છે. હાલ હવામાનની આગાહી જોતાં રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના જણાતી નથી. આવતી કાલે /આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં હળવો વરસાદ થવાની અતિસામાન્ય સંભાવના રહેલ છે. આમ, સપ્ટેમ્બર માસમાં સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થયેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવેલ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૨૨૯૮૦૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૬૮.૭૯% છે.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવેલ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૪૮૨૭૮૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૬.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ પર કુલ-૧૨૫ જળાશય, એલર્ટ પર કુલ- ૦૮ જળાશય તેમજ વોનીંગ પર-૦૭ જળાશય છે.

કષિ વિભાગ દ્વારા જણાવેલ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૪.૫૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૦૪/૧૦/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૬.૪૯ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષ છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૮.૮૧% વાવેતર થયેલ છે. આગામી અઠવાડિયા દરમ્યાન રાજ્યનું સીઝનના સામાન્‍ય વાવેતરનું લક્ષ્ય પૂર્ણ થશે. એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૦૬ ટીમો ડોપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી ૧- અમરેલી, ૧-ગીર સોમનાથ, ૧- નવસારી, ૧-રાજકોટ, ૧-વલસાડ, ૧ 

સુરત ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. તથા ૬-ટીમ વડોદરા અને ૩-ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.

એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમમાંથી ૦૪ ટીમો ડોપ્લોય કરવામાં આવેલ છે. ૧-જુનાગઢ, ૧- જામનગર, ૧-ખેડા અને ૧-ગોંડલ ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. બાકીની ૭-ટીમો હેડકવાર્ટર ખાતે રીઝર્વ છે.

વધુમાં ઇસરો,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગ તથા માહીતી ખાતાના અધિકારીઓ મીટીંગમાં હાજર રહેલ

ત્યારબાદ માન. રાહત નિયામક અને નાયબ સચિવ દ્વારા મીટીંગમાં હાજર રહેલ અધિકારીઓનો આભાર માની મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી

(11:23 pm IST)