Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવસારીનું અંબાડા ગામ કોલેરાગ્રસ્ત જાહેર

બે દિવસમાં ૩૯ લોકો ઝાડા ઉલટીનો શિકાર બનતા કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ : ગામમાં હંગામી ધોરણે આરોગ્ય કેમ્પ શરૂ : ઘરે ઘરે ફરી આરોગ્ય વિભાગની ટીમે પાણીના સેમ્પલ લીધા

નવસારીનું અંબાડા ગામ કોલેરાગ્રસ્ત જાહેર  થયું છે છેલ્લા  બે દિવસમાં ૩૯ લોકો ઝાડા ઉલટીનો શિકાર બનતા કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ  છે, હાલમાં  ગામના 18 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગામમાં કોલેરાના કેસ વધતા  ગામમાં હંગામી ધોરણે આરોગ્ય કેમ્પ શરૂ કરાયો છે,  ગામના ઘરે ઘરે ફરી આરોગ્ય વિભાગની ટીમે પાણીના સેમ્પલ લીધા છે

(10:41 pm IST)