Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઢોલાર ગામમાં લકી ડ્રો ના નામે રૂપિયા 2.12 લાખની ઓનલાઈન ઠગાઈ કરનારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

નર્મદા પોલીસ લોકો સાઇબર ક્રાઇમનો ભોગ ન બને એ માટે રીક્ષા પ્રચાર,પેમ્પ્લેટ વિતરણ સહિત અનેક જાગૃતિ માટેના પ્રયાસો કરે છે છતાં લોકો લાલચમાં આવી શિકાર બને છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં લકી ડ્રો ના નામે લાખોની છેતરપીંડી કરનાર વિરૂદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જયેશભાઈ બાબુભાઈ વસાવા( રહે.ઢોલાર, ગોપાલ ફળિયુ) નાઓએ આપેલી ફરીયાદ મુજબ તા.૨૭/૦૯/૨૦૨૧ થી તા.૦૪/૧૦/૨૦૨૧ દરમિયાન કેટલાક ઠગો એ ઠગાઈ કરવાના હેતુથી તેમના વોટ્સએપ નંબર ઉપર લકી ડ્રોના રૂ।.૨૫,૦૦,૦૦૦  ના ઈનામ જીતેલાની ઓડીયો રેકોર્ડીંગ ક્લીપ તથા ખોટી લોટરીની ટીકીટ બનાવી, ખોટો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજનો રેકર્ડ બનાવી તેમના મોબાઈલ નંબર ૯૯૨૫૩૩૨૭૭૩ ઉપર વૉટસએપથી મોકલી તેમજ સામેથી વોટસએપ નં.૦૭૯૦૯૭૮૦૬૭૦ વાળા ઈસમે હું આકાશ વર્મા બેંક મેનેજર સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા મુંબઈ તરીકેની ખોટી ઑળખાણ આપી તેમની લોટરીના ઈનામની રકમ મેળવવા માટે મિ.નિતેશ કુમાર એસ.બી.આઈ. ના ખાતા ખાતામાં રૂ।.૪૭,૦૦૦  તથા મિ.મેરાજ આલમના એસ.બી.આઈ. ના ખાતામાં રૂ।.૨૦,૦૦૦  રાજપીપલા જુની જેલની સામેથી ગુગલ પે થી રૂ।.૫૫,૦૦૦ તથા નરગીશ પ્રવિન એસ.બી.આઈ. ના ખાતામાં રૂ।.૬૫૦૦0 તથા મિ. કૌશલ કુમાર સિંઘના એસ.બી.આઈ. ના ખાતા માં રૂ।.૫૦૦૦  ગુગલ પે થી રૂ।.૨૦,૦૦૦ નંખાવી કુલ રૂ।. ૨,૧૨,૦૦૦ ભરાવેલ રૂપિયા તથા લોટરીની રકમ પરત નહી આપી વિશ્વાસઘાત કરી કુલ રૂ।. ૨,૧૨,૦૦૦  ની ઓનલાઈન ઠગાઈ કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:14 pm IST)