Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઉમરવા ગામમા કોઈક કારણસર એક શખ્શને માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામમાં કોઈક કારણોસર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરીયાદ થઈ છે.

 મળતી માહિતી મુજબ હરીભાઈ રામજીભાઈ પરમાર (રહે. ઉમરવા,પરમાર ફળીયુ )નાઓએ આપેલી ફરીયાદ અનુસાર તા.2.10.21 ની સાંજે 7 વાગે તેઓ પોતાના ઘરેથી ફળીયામાં દુકાને ઈંડા લેવા માટે જતા હતા તે વખતે આ કામના રાજેશભાઈ ઝવેરભાઈ પરમાર( રહે. ઉમરવા, પરમાર ફળીયુ )એ હરીભાઈને ગમેતેમ ગાળો બોલી ઝગડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આમલેથા પોલીસે રાજેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:11 pm IST)