Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ઝડપી

સુરત :  રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સામે ચાલીને બુલેટ ટ્રેનની લોન્ચિંગ ડેટને લઈને જાહેરાત કરી દીધી છે.  રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે. તેમણે કહ્યું કે આ દિશમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેની પ્રગતિ સારી છે અને અમને આશા છે કે અમે આ લક્ષ્યાંક હાંસલ કરી શકીશું

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે. તેમણે કહ્યું કે આ દિશમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેની પ્રગતિ સારી છે અને અમને આશા છે કે અમે આ લક્ષ્યાંક હાંસલ કરી શકીશું. .

(9:56 pm IST)