Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધોરણ ૧૦નું વિરમગામ કેન્દ્રનું ૫૬.૪૧ ટકા પરીણામ સહિત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનું ૬૩.૯૮ ટકા પરીણામ

વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ માધ્યમિક શાળાનું ધોરણ ૧૦નું ૯૮.૫૨ ટકા પરીણામ આવ્યુ : વૈદાંત ચૌહાણ ૯૯.૮૪ પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ ૧૦ની પરીક્ષાનું ૬૫.૧૮ ટકા પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યુ છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોયું. ધોરણ ૧૦નું વિરમગામ કેન્દ્રનું ૫૬.૪૧ ટકા પરીણામ આવ્યુ છે. ધોરણ ૧૦નું સાણંદનું ૪૮.૦૭ ટકા, માંડલ ૫૨.૩૫ ટકા, દેત્રોજ ૨૮.૫૭ સહિત અમદાવાદ ગામ્ય જિલ્લાનું ૬૩.૯૮ ટકા પરીણામ આવ્યુ છે. જ્યારે અમદાવાદ શહેરનું ૬૩.૧૮ ટકા પરીણામ આવ્યુ છે. શહેરમાં ૫૮૬ અને ગ્રામ્યમાં ૫૯૪ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ વખતે પરીક્ષામાં અમદાવાદ શહેરમાં ૪૮૭૫૫ અને ગ્રામ્યમાં ૪૦૫૮૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫.૬૪ ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું ૫૪.૨૯ ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ ૧૧.૭૪ ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
   વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ માધ્યમિક શાળાનું ધોરણ ૧૦નું ૯૮.૫૨ ટકા પરીણામ આવ્યુ છે. આનંદ માધ્યમિક શાળાના જણાવ્યા પ્રમાણે, સતત પ્રથમ ક્રમાંકે આવતીએક માત્ર સંસ્થા શાળાના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ વિરમગામ કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ આનંદ માધ્યમિક શાળાના છે. વૈદાંત ચૌહાણ ૯૯.૮૪ પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ, ધૃવિલ ગાંધી ૯૯.૬૮ પર્સન્ટાઇલ રેન્ક સાથે દ્વિતીય અને મ.ઝૈદ ઘાંચીએ ૯૮.૬૫ પર્સન્ટાઇલ રેન્ક સાથે તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યુ છે.
   આ ઉપરાંત ધોરણ ૧૦ વિરમગામની ઇન્ડિયન પબ્લિક સ્કુલનું ૮૯.૦૦ ટકા, શ્રી માધ્યમિક શાળા(દિવ્ય જ્યોત)નું ૫૫.૮૫ ટકા, શ્રી કે બી શાહ વિનયમંદિરનું ૫૦.૫૦ ટકા,ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલનું ૭૪.૧૯ ટકા, શ્રી ધર્મજીવન વિદ્યાનિકેતન માધ્યમિક શાળાનું ૮૫.૭૧, ત્રિપદા ગુરૂકુલમ ભોજવાનું ૯૩.૭૫ ટકા પરીણામ આવ્યુ છે. નવયુગ વિદ્યાલય સહિતની શાળાઓ દ્વારા ધોરણ ૧૦માં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(6:51 pm IST)