Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પરિવારના સભ્‍યો બહાર ફરવા ગયા અને અમદાવાદના વેજલપુર વિસ્‍તારમાં ફલેટમાં આગ લાગતા અશક્‍ત વૃદ્ધ બહાર ન નિકળી શકતા ભડથુ

ફાયરબ્રિગેડની ચાર ગાડી ઘટના સ્‍થળે પહોંચી આગને કાબુમાં લઇ ધાબા પર ફસાયેલા લોકોનું રેસ્‍ક્‍યુ કર્યુ

અમદાવાદઃ પરિવારના સભ્‍યો બહાર ફરવા ગયા હતા ત્‍યારે અમદાવાદના વેજલપુર વિસ્‍તારમાં સિદ્ધિ ફલેટમાં બીજા માળે આગ લાગતા અશક્‍ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા ભડથુ થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ચાર ગાડી ધસી ગઇ હતી અને અગાશી પર ફસાયેલા અન્‍ય લોકોને હેમખેમ બચાવી લીધા હતા.

શહેરના વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બીજા માળે ઘરમાં આગ લાગતા બીજા માળ તેમજ ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર દોડી ગયા હતા. જો કે એક મકાનમાં અશક્ત વૃદ્ધ બહાર નહી નિકળી શકવાનાં કારણે જીવતા જ સળગી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આ ઉપરાંત ફાયર દ્વારા ધાબા પર ફસાયેલા લોકોનું પણ રેસક્યું પણ કરવામાં આવ્યું હતું.

વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટના બીજા માળે આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી ફાયરબ્રિગેડને મળી હતી. પ્રહલાદનગર ફાયરબ્રિગેડ સ્ટેશનની ગાડીઓ રવાના કરાઇ હતી. આગના આ બનાવમાં એક 58 વર્ષના અશક્તિ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આગ સમયે પરિવારના કામથી બહાર ગયો હોવાથી તેમને બચાવી શકાયા નહોતા. જો કે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવાયો હતો અને લોકોની બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડના અનુસાર વેજલપુર વિસ્તારના સિદ્ધિ ફ્લેટના લાગેલી આગની ઘટનામાં 58 વર્ષીય જીવણભાઇ સોલંકી નામનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આજે પરિવાર કોઇ કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન આગ ભભુકી ઉઠી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખા ઘરમાં પ્રસરી ગઇ હતી. જેથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ નહોતી. જેના કારણે અશક્ત વૃદ્ધ જીવતા ભડથુ થઇ જતા તેમનું મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

(5:19 pm IST)