Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગાંધીનગરમાં માજી સૈનિકોની વિવિધ માંગણી મુદ્દે ઉગ્ર આંદોલનઃ શાહીબાગ ખાતે એકત્ર થયેલા સૈનિકોએ પોલીસની બસ ઉથલાવવાનો પ્રયાસ કર્યો

જમીન, પ્‍લોટ સહિત 14 પડતર પ્રશ્નો ન ઉકેલાતા રાજ્‍ય સરકાર સામે આક્રોશ

ગાંધીનગરઃ અમદાવાદના શાહીબાગ નજીક માજી સૈનિકો દ્વારા સૈનિક સન્‍માન યાત્રાનું આયોજન કરાયુ હતુ. આ યાત્રા પોલીસ અટકાથી ઉગ્ર બનતા આંદોલનના રૂપમાં ફેરવાઇ હતી. શાહીબાગ ખાતે લોકોએ પોલીસની બસને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગરમાં સરકાર સમક્ષ પડતર માંગણીઓને લઇ લોકો એકત્ર થયા હતા અને ઉગ્ર આંદોલનમાં જોડાયા હતા.

આજે ગાંધીનગરમાં સરકાર સામે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. પડતર મંગણીઓને લઈને માજી સાનિકો આંદોલનના માર્ગે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. સરકાર સમક્ષ રહેલી પોતાની પડતર માંગણીઓને લઈમે એકઠા થયા છે. જેમાં મળતી માહિતી પ્રમાણે પોલીસે અમુક માજી સૈનિકોની અટકાયત કરી છે. એટલું જ નહીં, પોલીસે માજી સૈનિકોની રેલીને પણ અટકાવી દીધી છે. બીજી બાજુ માજી સૈનિકોએ પોલીસને બસને ઘેરી લીધી છે અને તેને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે.

શાહીબાગમાં શહીદ સ્મારક નજીક માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું પણ આયોજન કરાયું છે. માજી સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને પોલીસ મંજૂરી મળી નથી. માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણ લક્ષી મુદ્દાઓની લડત શરૂ કરી છે. શાહીબાગ શહીદ સ્મારકથી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરાયું છે.

સમગ્ર ગુજરાતમાંથી 10 હજારથી વધુ પરિવાર જોડાવવાની શકયતા સેવવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી માજી સૈનિક પોતાના હક્ક માટે સરકાર સામે લડી રહ્યા છે. સરકારમાં તમામ કક્ષાએ રજુઆત કરી છતાં કોઈ ઉકેલ નહિ આવ્યો હોવાનું પૂર્વ સૈનિક સંગઠન જણાવી રહ્યું છે. સંગઠન આગેવાન જણાવી રહ્યા છે કે, શહીદોને વળતર, પૂર્વ સૈનિકોને જમીન પ્લોટ સહિતના 14 મુદ્દે સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. જેણા કારણે આજે સરકારમાંથી કોઈ જવાબ નહિ મળે તો પગપાળા ગાંધીનગર કુછ કરવાની પણ જાહેરાત કરાઈ છે.

(5:18 pm IST)