Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વડોદરા:નાસ્તો કર્યા બાદ લારીવાળાએ પૈસા માંગતા માથાભારે યુવાકનો વેપારી પર હુમલો

વડોદરા:નાસ્તાની લારીવાળાએ જમવાના બિલના ૨૦૦ રૃપિયા માંગતા બે માથાભારે યુવકોએ લારીવાળા પર હુમલો કર્યો હતો.જે અંગે સયાજીગંજ  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતાપગંજ રોઝરી સ્કૂલની બાજુમાં શંકરનગરમાં રહેતો હેમંત રમેશભાઇ પ્રજાપતિ નટરાજ સર્કલ  પાસે આલુ પરોઠાની લારી ચલાવે છે.સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે,ગઇકાલે સાંજે આઠ વાગ્યે હું મારી લારી પર હતો.મારી સાથે મારો સાળો અંકિત ઇશ્વરલાલ પ્રજાપતિ અને મામાનો દીકરો રાજકુમાર પ્રજાપતિ પણ હાજર હતા.રાતે નવ વાગ્યે અમારી પાડોશમાં રહેતો રોહિત લાલબહાદુર ઠાકુર તથા ચિરાગ ઉર્ફે રાહુલ કેશરજી ઠાકોર મારી લારી પર જમવા માટે આવ્યા હતા.તેઓનું બિલ ૨૦૦ રૃપિયા થતા મેં તેની પાસે રૃપિયા માંગતા તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.અને ગાળો બોલી મને કહેવા લાગ્યા હતા કે,તું બહારથી આવ્યો છે.અને અહીંયા ધંધો કરવો છે.તું અમને ઓળખતો નથી.તારાથી થાય તે કરી લે.અમે રૃપિયા આપવાના નથી.તેઓએ મને માર માર્યો હતો.રોહિતે તેના હાથમાંનું કડું કાઢી લઇ મને માથામાં મારી ઇજા પહોંચાડી હતી.મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.જેથી,હુમલાખોરો ભાગી ગયા હતા.

(4:48 pm IST)