Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

માણસા શહેરમાં કલોલ રોડ નજીક દેવદર્શન ગયેલ પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.73 લાખની મતાની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

માણસા :  માણસા શહેરમાં કલોલ રોડ પર આવેલ દેવ દર્શન સોસાયટી માં રહેતુ દંપતિ અમદાવાદ ખાતે તેમની પુત્રીના ઘરે ગયું હતું અને અહીં માણસા ખાતે તેમના ઘરે વયોવૃદ્ધ માતા અને બહેન રાત્રિના સમયે સુઈ ગયા હતા ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશી તિજોરીનુ તાળુ તોડી તેમાં મૂકેલ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી એક લાખ તોતેર હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે મકાનમાલિકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરના કલોલ રોડ પર આવેલ દેવદર્શન સોસાયટીના મકાન નંબર-૩૬ માં રહેતા અને સિઝનેબલ વસ્તુઓનો વેપાર કરતા ૫૩ વર્ષીય યોગેશપુરી મોતીપુરી બાવા ના બે સંતાનો પૈકી દીકરી તેના સાસરે અમદાવાદ રહે છે અને એક પુત્ર જે છેલ્લા અઢી વર્ષથી ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયો છે અને યોગેશભાઈ ના ૯૨ વર્ષીય વયોવૃદ્ધ માતા તેમની સાથે માણસા રહે છે જેમાં એક તારીખે યોગેશભાઈ તથા તેમના પત્નીને ઓસ્ટ્રેલિયાના વિઝા મળતા તેમણે ૨૬ જૂન ની ટિકિટ બુકિંગ કરાવી હોવાથી ખરીદી માટે પતિ-પત્ની બંને જણા અમદાવાદ ગયા હતા અને તેમના દીકરીને ત્યાં રોકાવાનું હોવાથી માણસા ઘરે વયોવૃદ્ધ માતા એકલા હોવાથી તેમણે તેમના બહેનને માણસા રોકાવા માટે મોકલ્યા હતા જેમાં ગઈકાલે રાત્રે બે વાગ્યા સુધી માણસા ના મકાનમાં મા-દીકરી બંને જણા રાત્રીના બે વાગ્યા સુધી જાગતા હતા ત્યારબાદ કોઈપણ સમયે અજાણ્યા ચોર તસ્કરોએ અહીં આવ્યા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ચોર ઈસમોએ અંદર પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી બેડરૃમ માં મુકેલ તિજોરીનુ તાળુ તોડી તેમાં રહેલ સોનાનો સેટ, ચાંદીની સેરો તેમજ રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતની જાણ યોગેશભાઈને વહેલી સવારે થતા તેઓ તાત્કાલિક માણસા દોડી આવ્યા હતા અને તિજોરીમાં તપાસ કરતા સાડા ત્રણ તોલાનો ૧૫૭૫૦૦  રૃપિયાની કિંમત નો સોનાનો સેટ,અઢીસો ગ્રામ ચાંદીની સેરો જેની કિંમત ૧૨૦૦૦ તથા ૩૫૦૦  રૃપિયા રોકડની ચોરી થયાનું માલુમ પડતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો વિરૃધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:46 pm IST)