Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગાંધીનગરના સે-21 નજીક પુરપાટ ઝડપે જતા કાર ચાલકે મોપેડને હડફેટે લેતા શખ્સનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના પહોળા અને પાકા રાજમાર્ગો ઉપર જીવલેણ અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ગઇકાલે બપોરના સુમારે સેક્ટર-૨૫માં રહેતી યુવતિ મોપેડ લઇને ચ-૫થી સેક્ટર-૨૧ તરફ જઇ રહી હતી તે દરમિયાન પુર ઝડપે જતા કારના ચાલકે તેણીના મોપેડને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અમદાવાદ સિવિલમાં મોત નિપજ્યું હતું.

ગાંધીનગર શહેરમાં અન્ય શહેરો કરતા પહોળા મર્ગો હોવાને કારણે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરે દિવસે સર્જાતી આ અકસ્માતની આ ઘટનાઓમાં આશાસ્પદ યુવાનો મોતને ભેટી રહ્યા છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫ સુર્યનારાયણ સોસાયટીમાં રહેતા પ્લોટ નં. ૧૮૨-૧માં રહેતી અને સે-૧૫ આઇઆઇટીઇ ખાતે બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષિય યુવતિ અદિતી રાય ગઇકાલે તેનું મોપેડ લઇને સવારના સેક્ટર-૨૧માં કામ અર્થે જઇ રહી હતી તે દરમિયાન ચ-પાંચથી છ-પાંચ જવાના માર્ગ ઉપર સેક્ટર-૨૧ના કટ પાસે કારચાલકે તેના મોપેડને અડફેટે લીધું હતું જેના કારણે અદિતી રોડ ઉપર પટકાઇ હતી અને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેણીને ગાંધીનગર સિવિલથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે સેક્ટર-૨૧ પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(4:46 pm IST)