Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પાલનપુર નજીક રાત્રીના સમયે કન્ટેનરમાં કતલખાને લઇ જવાતા 68 નંદીઓને બચાવવામાં આવ્યા

પાલનપુર: રાજસ્થાનના આબુરોડ તરફ થી રાત્રીના બે વાગ્યાના સમયે નંદી ભરીને આવી રહેલા એક કન્ટેનરને પાલનપુર એરોમાં સર્કલ નજીક રોકવાનો પ્રયાસ કરવામાં આવતા કન્ટેનરને લઈ ચાલક અમદાવાદ તરફ ભાગી છુટયો હતો. પરંતુ પાલનપુરના જીવદયા પ્રેમીઓએ કન્ટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી શેરપુરા નજીકથી કન્ટેનર ઝડપી પાડી ૬૮ નંદીને કતલખાને જતા બચાવી લેવાયા હતા.

પાલનપુરના નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી સંજયભાઈ હરખાભાઈ પ્રજાપતિ તેમના મિત્રો સાથે રાત્રીના બે વાગ્યાના સમયે બાતમીના આધારે પાલનપુરના એરોમાં સર્કલ પર કતલખાને જતા એક આખલા ભરેલ કન્ટેનરને પકડવા ઉભા હતા. દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા જીવદયા પ્રેમીઓ એ કન્ટેનર ને ઉભું રખાવવા જતા કન્ટેનર ચાલક કન્ટેનર લઈ ને અમદાવાદ તરફ ભાગી છુટયો હતો. પરંતુ જીવદયા પ્રેમીઓએ  કન્ટેનરનો પીછો કરતા શેરપુરા (મજાદર) નજીક કન્ટેનર મૂકી ચાલક અને કંડકટર ભાગી છૂટયા હતા જોકે કન્ટેનરમાં ઘાસ પાણી વિના ખીચોખીચ ક્રૂરતા પૂર્વક ૬૮ નંદી ભરેલા હોઈ કન્ટેનર ને છાપી પોલીસ મથકે લાવી નંદીઓને પાંજરાપોળ માં મોકલી આપવા માં આવ્યા હતા.

(4:45 pm IST)