Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સુરતમાં બોદર પરિવારનું મળી ગયેલ સ્‍નેહમિલનઃ જ્ઞાતિ પ્રતિભાઓનું સન્‍માન

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તથા બોદર પરીવાર સેવા ટ્રસ્‍ટના પ્રમુખ ભૂપતભાઇ બોદરની ઉપસ્‍થિતિમાં સુરત ખાતે બોદર પરિવારનો પ્રથમ સ્‍નેહમિલન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભુપતભાઇ બોદરે જણાવ્‍યું હતું કે હું રાજકોટ જિલ્લાના બેડલા ગામનો ખેડૂતપુત્ર છું અને હાલ વિશ્‍વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સત્તાને સેવાનું માધ્‍યમ બનાવી સમાજની સેવાનો જે અમૂલ્‍ય અવસર મને મળ્‍યો છે તે આપ સૌના આશીર્વાદ છે. ત્‍યારે બોદર પરિવારે સમાજને ડોકટર, એડવોકેટ, પોલીસ, એન્‍જિનિયર, ઉદ્યોગપતિ, અગ્રણી, વેપારીઓ આપ્‍યા છે અને તેઓ પોતાનું સમાજિક દાયિત્‍વ અદા કરી રહ્યા છે તે સમગ્ર બોદર પરિવાર માટે ગૌરવની બાબત કહેવાય. બોદર પરિવાર ઉપર કુળદેવી ખોડિયાર માતાજી અને કુળદેવતા મોણપર વાળા હનુમાનદાદાની કૃપા અવિરત વરસતી રહે તેવા આશીર્વાદ માંગ્‍યા હતા. આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્‍ટીઓનું પરિવારના વિશિષ્‍ઠ વ્‍યકિતઓ, ડોકટરો, વકીલો, અધિકારીઓ જેવા કે બેંક મેનેજર, આર.ટી.ઓ. ઇન્‍સ્‍પેકટર, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, આર્મી. મેન, આઇ.ટી. સેકટરના નિષ્‍ણાતો તથા આ કાર્યક્રમમાં યોગદાન આપનારનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્‍ટીઓ તથા બોદર પરિવાર મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યો હતો. આ તકે બોદર પરિવાર સેવા ટ્રસ્‍ટના પ્રમુખ ભુપતભાઇ બોદર, ઉપ પ્રમુખ લાલભાઇ બોદર, મંત્રી હંસરાજભાઇ બોદર, સહ મંત્રી મનસુખભાઇ બોદર, ખજાનચી બાબુભાઇ બોદર, મુખ્‍ય સલાહકાર નાનજીભાઇ બોદર, ટ્રસ્‍ટીશ્રી, ધનજીભાઇ બોદર, ટ્રસ્‍ટી હીમતભાઇ બોદર, રામપર વાળા ટ્રસ્‍ટી હિંમતભાઇ બોદર (વડેરાવાળા), ટ્રસ્‍ટી ભીમજીભાઇ બોદર, આ તમામ ટ્રસ્‍ટીઓનું સમાજ દ્વારા સન્‍માન કરાયું તેમજ વિીશષ્‍ઠ વ્‍યકિતઓમાં બોદર પરિવારના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. 

(4:30 pm IST)