Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધો. ૧ થી ૩માં શબ્‍દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડાશે : શિક્ષણ મંત્રી

આગામી નવા સત્રથી ધો. ૧ થી ૩માં તમામ માધ્‍યમમાં અંગ્રેજી વિષય

ગાંધીનગર તા. ૬ : ધો. ૧ થી ૩માં શબ્‍દો અને ચિત્રોના માધ્‍યમથી અંગ્રેજી વિષય શીખવાડાશે.

ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજય સરકાર દ્વારા મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-૧ થી ૩માં તમામ માધ્‍યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.જેમાં ધો-૧ અને ૨માં મૌખિક અને ધો-૩માં પુસ્‍તકના માધ્‍યમથી અંગ્રેજી ભણાવાશે. તેવીજાહેરાતશિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીદ્વારા કરવામાં આવી છે.

હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્‍યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. જેને લઈને આગામી સત્રથી ધોરણ-૧ થી ૩માં તમામ માધ્‍યમમાં અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચા ન રહી જાય. જેમાં ધો-૧ અને ૨માં મૌખિક અને ધો-૩માં પુસ્‍તકના માધ્‍યમથી અંગ્રેજી ભણાવાશે. આ સાથે વિદ્યાર્થીઓને શબ્‍દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડાશે.

રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્‍વનું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, મલ્‍ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.

(3:41 pm IST)