Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ડોકટરલ રીસર્ચ અને આઇ.ટી. ઇન્‍ટર્નશીપ માટે સ્‍કોલરશીપ આવીઃ કરો અરજી

પીએચ.ડી. માટે પસંદ થયેલ ભારતીય અને યુ.એસ.ના ઉમેદવારો માટે ફેલોશીપ ઉપલબ્‍ધ : બી.ઇ./બી.ટેક. ડીગ્રી ધારકો માટે વારાણસી સ્‍માર્ટ સિટી ખાતે ઇન્‍ટર્નશીપ કરવાની તક

રાજકોટ તા. ૬ :.. જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના યુગમાં ઉચ્‍ચ શિક્ષણ, સંશોધન અને વ્‍યવહારિક-સંબંધિત ક્ષેત્રોમાં અનુભવનું મહત્‍વ સતત વધતું જાય છે. વિવિધ ક્ષેત્રોમાં સંશોધન માટે અને ટેકિનકલ ક્ષેત્રે સમાજોપયોગી કાર્ય કરવા માટે હાલમાં ફેલોશીપ-સ્‍કોલરશીપ મળી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો...

ફુલબ્રાઇટ કલામ કલાયમેટ ફેલોશીપ  ફોર ડોકટરલ રીસર્ચ ર૦ર૩-ર૪ અંતર્ગત યુનાઇટેડ સ્‍ટેટસ-ઇન્‍ડિયા એજયુકેશનલ ફાઉન્‍ડેશન (USIEF) દ્વારા ભારતીય સંસ્‍થાઓમાં  પી.એચ.ડી. કરતા ભારતીય ઉમેદવારોને ફેલોશીપ આપવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવારોને પરિવર્તનીય ઇનામ મળવાને પાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-૯-ર૦રર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં પૂરતા પ્રમાણમાં સંશોધન કર્યુ હોય, ખાસ કરીને ઉચ્‍ચ શૈક્ષણિક પૃષ્‍ઠભૂમિ સાથે ભારતમાં વિવિધ સંસાધનોની ઓળખ સંદર્ભે સંશોધન હોય તે આવકાર્ય છે.

ઉપરાંત યુ. એસ. (યુનાઇટેડ સ્‍ટેટસ) ના ઉમેદવારો કે જેઓ કોઇણ ભારતીય સંસ્‍થામાં ૧ નવેમ્‍બર, ર૦ર૧ ના રોજ અથવા તે પહેલા પી.એચ.ડી. ડીગ્રી માટે પસંદ થયેલા હોય તેઓ પણ અરજીપાત્ર છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in./akila/fkf1

* AICTE  ઇન્‍ફર્મેશન ટેકનોલોજી ઇન્‍ટર્નશીપ ર૦રર અંતર્ગત ઓલ ઇન્‍ડિયા કાઉન્‍સિલ ઓફ ટેકિનકલ એજયુકેશન દ્વારા પ (પાંચ) ઇર્ન્‍ટને વારાણસી સ્‍માર્ટસીટી, ઉત્તર પ્રદેશમાં કામ કરવાની તક મળી રહી છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક દસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૬-ર૦રર છે.

- અરજી કરવાની પાત્રતા

ઇન્‍ટર્નશીપના સંબંધિત ક્ષેત્રમાં કૌશલ્‍ય અને રસ ધરાવતા બી.ઇ./બી.ટેક.ની ડીગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે.

 - અરજી કરવા માટેની લીંક

www.b4s.in./akila/ATI7

 ઉચ્‍ચ શિક્ષણ અને સંશોધન સાથે ઉજજવળ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી સ્‍કોલરશીપ મળી રહી છે. ત્‍યારે આત્‍મ વિશ્વાસ સ્‍વપ્રયત્‍ન, હકારાત્‍મક અભિગમ યોગ્‍ય લાયકાત, સમાજ માટે કંઇક કરી છૂટવાની તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ. 

સૌજન્‍ય :-

સ્‍માઇલીંગ સ્‍ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:33 pm IST)