Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

દેશના બીજા નંબરના સહુથી મોટા બંદોબસ્‍ત માટે માઇક્રો પ્‍લાનિંગ માસ્‍ટર પ્‍લાન ઘડવા ધમધમાટ

પ્રવર્તમાન ધાર્મીક માહોલ ધ્‍યાને રાખી આઇબી વડા અનુપમ સિહ ગેહલોત દ્વારા આઇબી યુનિટ ને મહત્‍વની જવાબદારી, સરહદ, દરિયા વિસ્‍તારોના યુનિટો પણ એલર્ટ કરાયા : સમગ્ર રૂટનું જોઇન્‍ટ સીપી અજય ચોધરી, મયંક સિહ ચાવડા, ગૌતમ પરમાર, રાજેન્‍દ્ર અસારી, પ્રેમ વીર સિહ વિગેરેને સાથે રાખી સીપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ : કયો વિસ્‍તાર વધુ સંવેદનશીલ? ગુન્‍હા કયા વિસ્‍તારમાં ગુન્‍હાખોરી વધી? કયા વિસ્‍તાર શાંત રહ્યા, જેલ મુકત રીઢા ગુનેગાર કયા વિસ્‍તારમાં વધુ? તમામ ડેટા સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચમા મોકલવા આદેશ : બે વર્ષ દરમિયાન અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા રૂટમા શું શું ફેરફાર થયા, ખાસ રિપોર્ટ આધારે જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ નિર્ણય કરશે

રાજકોટ તા. ૬ : પોલીસ બંદોબસ્‍તની દૃષ્ટિએ દેશમાં બીજો નંબર જેનો છે તેવી અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે અમદાવાદના ડીજી લેવલના ખૂબ અનુભવી પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવ દ્વારા રથયાત્રા જયાંથી નિકળવાની છે અને જે રૂટ પર પસાર થવાની છે તે રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવા સાથે સહુ પ્રથમ વખત તે બંદોબસ્‍ત માત્ર બીબા ઢાળ પદ્ધતિ બદલે તાર્કિક રીતે કરવામાં આવેલ અને જે તે વિસ્‍તારના પીઆઇ ટીમ દ્વારા આઇબી સાથે સંકલન દ્વારા જે રીપોર્ટ મળશે તે આધારે આખી રણ નીતિ તૈયાર થનાર હોવાનું સૂત્રો જણાવે છે.                                
પોલીસ કમિશનર સાથે જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી, મયંક સિહ ચાવડા, ગૌતમ પરમાર, એડી.પોલીસ રાજેન્‍દ્ર અસારી અને રથ યાત્રા દરમિયાન જેમની જવાબદારી વિશેષ રહે છે તેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના એડી.સીપી પ્રેમ વીર સિંઘ સહિતના અધિકારીઓ જોડાયા હતા .        
કોરોના મહામારી ધ્‍યાને રાખી છેલ્લા બે વર્ષથી રથયાત્રા પ્રતિતાત્‍મક રીતે નીકળતી તેના બદલે લાખો ભક્‍તો,ભાવિકો સાથે નીકળનાર હોવાથી પોલીસ કમિશનર બે વર્ષ દરમિયાન જે ફેરફાર પોતાના વિસ્‍તારમાં થયા હોય કોઈ નવા ટપોરી જાગ્‍યા હોય તો તેમની સંપૂર્ણ વિગતો પ્રોપર ચેનલ મારફત સ્‍પેશ્‍યલ બ્રાંચ ને આપવાની રહશે . અમદાવાદમાં વર્ષોથી મૂકવામાં આવતા ધાબા પોઇન્‍ટ પાછળ જે તે વિસ્‍તારના ધાબા પોઇન્‍ટ ના તાર્કિક કારણો પણ પોલીસ કમિશનર રણ નીતિ તૈયાર કરતી વખતે ચકાસણી કરશે.           
જે વિસ્‍તારમાં રથ યાત્રા પસાર થવાની છે તે વિસ્‍તારમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગુના ખોરી વધી છે કે કેમ તેના ફિગર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છ.                                   
અમદાવાદના રીઢા અપરાધીઓ કે જે જેલ બહાર છે તે કયા છે, હાલ શું કરે છે, તેમના આશ્રય સ્‍થાન સહિત તમામ પ્રવળત્તિઓ સાથે શકમંદ હોટેલ ગેસ્‍ટ હાઉસ વિગેરેના ડેટા પણ મેળવાય છે.                            
 દરમિયાન ગુજરાતના ગુપ્તચર વડા અનુપમ સિહ ગાહેલોત દ્વાર અમદાવાદ આઇબી યુનિટને રથ યાત્રા રૂટ વિસ્‍તારના અપરાધીઓ, લુખ્‍ખા તત્‍વો, માટે અનુભવી ટીમોને મહત્‍વની જવાબદારી સુ-ત કરવા સાથે તાજેતરમાં ધાર્મિક વિવાદ ધ્‍યાને રાખી સરહદ, દરિયા વિસ્‍તાર સહિત ર્પ નજર રાખવા સરહદી આઇબી યુનિટો સહિતના યુનિટોને એલર્ટ કર્યાનું સૂત્રો જણાવે છે.

 

(1:00 pm IST)