Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

એસટી ડેપો મેનેજરના પાસવર્ડની ચોરી, ટ્રીપો કેન્‍સલ કરી, છેતરપીંડી કરવાનું નેટવર્ક ખુલ્‍યુ

મૂળ સૌરાષ્‍ટ્રના બે લોકો સહિત કુલ ૫ ભેજાબાજો સુરત સાયબર ક્રાઈમના સકંજામાં, સીપી અજય કુમાર તોમર, એડી સીપી શરદ સિંઘલ અને એસીપી આર. આર. સરવૈયાના માર્ગ દર્શનમાં મોટી સફળતા : સાઉથ ગુજરાત સહિતના એસ.ટી.ડેપો મેનેજરના પાસ વર્ડ ચોરી થયાનું ખુલ્‍યુ છે, તપાસનીશ ટીમના એસીપી યુવરાજ સિંહ ગોહિલ રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવૅ છે

રાજકોટ તા. ૬ : સુરતના એસટી ડેપો મેનેજરના નામનો યુઝર પાસવર્ડની ચોરી કરી તેમની જાણ બહાર બસની ૬૦ જેટલી ટ્રીપો ચોક્કસ એજન્‍ટો મારફત કેન્‍સલ કરી આર્થિક અપરાધ કરવાના આરોપસર  મૂળ સૌરાષ્‍ટ્રના બે શખ્‍શો સહિત કુલ ૫ શખ્‍શોની સંડોવણી ખુલતા  પોલીસ કમિશનર અજય કુમાર તોમરના માર્ગ દર્શન હેઠળ તપાસ ચલવતા સાયબર ક્રાઇમના એસીપી યુવરાજ સિંહ ગોહિલ ટીમ દ્વારા અટક કરી આગળની કાર્યવાહીનો ધમધમાટ શરૂ  કર્યાનું અકિલા સાથેની વાતચીતમાં અનેક અટપટા મામલાનો ભેદ ઉકેલનાર યુવરાજ સિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્‍યું છે.
પોલીસ ફરિયાદ થતાં મામલો ટેકનિકલ સર્વેલન્‍સનો હોય એડી સીપી ક્રાઇમ અને એસીપી આર આર .સરવૈયા દ્વારા પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાથે ચર્ચા બાદ આ મામલો સાયબર ક્રાઈમને સુપ્રત કાર્ય બાદ ટેકનિકલ સર્વેલન્‍સ આધારે બનવાના મૂળ સુધી પોહચી કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્‍યો હોવાનું યુવરાજ સિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવેલ પોલીસ આ મામલામાં વિપુલભાઈ ભગાભાઇ, ચિંતન પંચાલ બન્ને દાહોદ પંથક, કુલદીપ સિહ રાજકોટ જિલ્લા,સુરેશભાઈ ગામ મન્‍ડોર,કાલાવડ પંથકના અનવર ભાઈની અટક કરવામાં આવી હોવાનું જણાવ્‍યું છે.                             
સાયબર ક્રાઇમ એસીપી યુવરાજ સિંહ ગોહિલ દ્વારા આ ગુન્‍હામા અન્‍ય ડેપો મેનેજરના પાસવર્ડ ચોરી ટ્રીપ કેન્‍સલ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી આધારે આખા કાવત્રાના મૂળ સુધી પોહચવામાં આવશે, આરોપીઓ પાસેથી ગુન્‍હાહિત કાવત્રામા ઉપયોગમાં લેવાયેલ ૫ મોબાઈલ કબ્‍જે કરી તેની ચકાસણી પણ શરૂ થયેલ છે.

 

(12:59 pm IST)