Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગુજરાત રાજ્‍ય કોળી સમાજના પ્રમુખ વિક્રમભાઇ સોરાણીનું સન્‍માન કરાયું

રાજકોટઃ અખિલ ભારતીય કોલી કોળી સમાજ દિલ્‍હી ખાતે ગુજરાત રાજ્‍ય પ્રમુખ તરીકે વિક્રમભાઈ સોરાણીની વરણી થયા બાદ તેઓ રાજકોટ આવતાં માંડાડુંગર પાસે કોળી સમાજ દ્વારા તેમનું સન્‍માન કરાયું હતું. આ તકે વિક્રમભાઇએ કોળી સમાજ અનેવેલનાથ ઘેડીયા કોળી તળપદા કોળી કોળી સમાજના યુવાનોને ભણતરમાં પણ આગળ વધવા અને ઉચ્‍ચ કક્ષાએ પહોંચવા અનુરોધ કર્યો હતો. તેમજ ચૂંટણીમાં પણ સમાજના ઉમેદવારોને ટીકીટ મળે તો અનેક સીટો જીતી શકાય તેવી વાત કરી હતી. આ પ્રસંગ વિક્રમભાઇએ સમાજના ૮૦૦ થી વધુ યુવાનોનું પ્રમાણ પત્ર આપી સન્‍માન કર્યુ હતું. આ તકે બામણબોરના પત્રકાર બાબુભાઇ ડાભીનું પણ ખાસ સન્‍માન કરાયું હતું.

 

(11:05 am IST)