Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી કિસાન, ગાય અને રાષ્‍ટ્રનું પોષણ : ઉપયોગી ગ્રંથ વિમોચન

મનસુખભાઇ સુવાગીયાના અનુભવ અને અભ્‍યાસ આધારિત માહિતીનો ખજાનો

શાપર વેરાવળ ખાતે મનસુખભાઇ સુવાગીયા લિખિત પુસ્‍તકનાં વિમોચન પ્રસંગે કેન્‍દ્રીયમંત્રીશ્રી પરસોતમ રૂપાલા અને અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ,તા. ૬ : કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ હસ્‍તે મનસુખભાઇ સુવાગીયા રચિત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ લોકાર્પણ કરાયેલ છે. પ્રારંભે રાજ્‍યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ૧૨૦ પ્રકાર દેશી કેરીના પ્રદર્શનને ખુલ્લુ મુકયુ હતુ અને મનસુખભાઇ સુવાગીયા લુપ્‍ત થતા દેશી આંબા અને દેશી કૃષિ બીજની સુરક્ષા અભિયાનને કૃષિ અને કિસાન આબાદીના ઉમદા કાર્ય તરીકે બિરદાવ્‍યુ હતું. મનસુખભાઇ સુવાગીયાએ કિસાન પુત્ર તરીકેના ૫૦ વર્ષના અનુભવો અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના ૧૮ વર્ષના અભ્‍યાસ-સંશોધનો અને અંતઃસ્‍ફૂરણાથી વિશ્વ પ્રેરક ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુકત પ્રાણવન જિંદગી ગ્રંથ લખ્‍યો છે.

મનસુખભાઇ સુવાગીયાની ફલોટેક પંપ કંપનીના પ્રાંગણમાં કેન્‍દ્રિય મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલાજીના કરકમલે આ ગ્રંથ સમર્પિત કરાયો. જળક્રાંતિ ટ્રસ્‍ટના મનસુખભાઇ સુવાગીયાએ જણાવેલ કે, ગાયો ધન-સમય-મગજની પોતાના ગામથી લઇને દેશના ચેકડેમ-તળાવો બાંધીશું, તો. ૧૦૦ થી ૧૦૦૦ વર્ષ અસંખ્‍ય લોકો-ગાયો-જીવોને અન્‍ન-પાણી-આહાર મળશે. સંસ્‍કૃતિ અને રાષ્‍ટ્રનો પ્રાણ ગામડા ભાંગતા બચશે. કિસાન-ગામડુ-પર્યાવરણ રાષ્‍ટ્રની આબાદી થશે. અમે જળક્રાંતિ દ્વારા જગતને આ સફળ માર્ગ બતાવ્‍યો છે. ગીર-કાંકરેજ-ભારતીય ગાયોની લુપ્‍તતા શોધીને ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે નવી યોજના આપી. જેનાથી ગીર-કાંકરેજ ગાયની સંખ્‍યા ૨૫ હજારમાંથી પાંચ લાખ થઇ છે. દેશ-વિશ્વને ગોરક્ષાનો સાચો  માર્ગ મળ્‍યો છે. કરોડો લોકોને ગાયના દૂધ-ઘી-છાશની પ્રાપ્તિ થઇ છે.

શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ ગ્રંથનો ગ્રહન અભ્‍યાસ કરીને જણાવેલ કે, મનસુખભાઇ સુવાગીયાએ લખેલ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથમાં ધરાતલની સત્‍યતા છે. કોઇ કૃષિને સફળ કરવા અને માનવ-જીવસૃષ્‍ટિ-પર્યાવરણ બચાવવાનો શ્રેષ્‍ઠ માર્ગ છે. મનસુખભાઇ ગ્રંથ રાષ્‍ટ્રનું પાણ પોષણ થશે. જળક્રાંતિ-ગોક્રાંતિ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પ્રદાનથી મનસુખભાઇ સુવાગીયા એ દેશને વિકાસનો સાચો માર્ગ ચિંધ્‍યો છે.

આદિવાસી આગેવાન રતન ભગત રાઠવાએ જળક્રાંતિ ટ્રસ્‍ટના સહયોગ અને મનસુખભાઇ સુવાગીયાના તપથી નિર્માણ થયેલ ભારતના પ્રથમ દિવ્‍યગ્રામ ભેખિડયા-જામલીના વિકાસ ગાથા વર્ણવી હતી. પાટીદાર અગ્રણી જેરામભાઇ વાંસજાળીયાએ મનસુખભાઇ સુવાગીયાને રાષ્‍ટ્રના સાચા રાહબર ગણાવીને જળક્રાંતિ ટ્રસ્‍ટની રાષ્‍ટ્રસેવામાં સૌને સાથ આપવા હાકલ કરી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગમાલભાઇ આર્યએ જળક્રાંતિ ટ્રસ્‍ટની યોજનાઓને કિસાનો અને રાષ્‍ટ્રની જીવાદોરી ગણાવી હતી.

આ પ્રસંગે ગાય આધારિત કૃષિકાર અને દેશી આંબાના રક્ષક કિસાનોનું જળક્રાંતિ ટ્રસ્‍ટે સન્‍માન કર્યું હતું. કચ્‍છના દિપકભાઇ પટેલ અને કિસાનોએ મનસુખભાઇ સુવાગીયાની ગાયના ઘીથી તુલા કરી હતી. અંતે તેમ સુવાગીયાએ સમગ્ર ગુજરાતમાંથી પધારેલ ૧૫૦૦ કિસાનો-મહેમાનોને દારૂ-તમાકુ-ગુટખા મુકિતનો સંકલ્‍પ લેવડાવ્‍યો હતો. તેમ જળક્રાંતિ  ટ્રસ્‍ટની યાદી જણાવે છે.

(10:37 am IST)