Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

લૂની ચપેટમાં ઘણા રાજ્ય, IMD દ્વારા યલો એલર્ટ જાહેર

દ. પ્રયદ્રીપીય વિસ્તારમાં ૭ જૂનથી વરસાદ શરૃ થઈ શકેઃઉપ હિમાલયી પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે

નવી દિલ્હી, તા.૫ :ભારતીય હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ચારથી પાંચ દિવસમાં આકાશ સ્વચ્છ સ્પષ્ટ રહેવાની ભવિષ્યવાણી કરી છે. દિલ્હી ફરી એકવાર લૂની ચપેટમાં છે. રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં પારો ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આગ ઓકતી ગરમીમાંથી આગામી કેટલાક સુધી રાહત જોવા મળી રહી નથી. હવામાન વિભાગે દિલ્હીમાં અલગ-અલગ સ્થળો પર લૂની ચેતાવણી આપતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી ભારે પવન સાથે આકાશ ચોખ્ખુ રહેશે. નફજગઢના હવામાન કેન્દ્રમાં અધિકતમ તાપમાન ૪૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

હવામાન કાર્યાલયે રવિવારે દિલ્હીમાં અલગ-અલગ સ્થળો પર લૂની ચેતાવણી આપતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવાર માટે હવામન વિભાગે અલગ-અલગ સ્થળો પર હીટ વેવની સ્થિતિની સાથે આંશિકરૃપથી વાદળ છવાયેલા રહેવાની આગામી દિવસોમાં ૨૦-૩૦ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આઇએમડીએ કહ્યું કે દિલ્હીના અધિકતમ તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

આઇએમડીનું હીટવેવનું પૂર્વાનુમાન આ મુજબ છે. રાજસ્થાન, જમ્મૂ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં અલગ-અલગ સ્થળો પર ૪ અને ૫ જૂને લૂ ચાલશે. વિદર્ભ, ઝારખંડ, આંતરિક ઓડિશા અને છત્તીસગઢના વિસ્તારોમાં ૪ થી ૬ જૂન સુધી લૂ ચાલશે. દક્ષિણ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં ૪ થી ૮ જૂન સુધી લૂની સ્થિતિ રહેશે. ૭ જૂનથી દક્ષિણ પ્રાયદ્રીપીય ભારતમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને ઉપ હિમાલયી પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં તીવ્ર વરસાદની સંભાવના વ્ય્ક્ત કરી છે.

તો બીજી તર રાજસસ્થનાના ગંગાનગરમાં ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે હરિયાણાના હિસારમાં ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આઇએમડીએ શનિવારે પોતાના બુલેટિનમાં જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્વિમ અને મધ્ય ભારતનાઅલગ-અલગ ભારમાં લૂની સંભાવના છે. હવામાન કાર્યાલયે કહ્યું કે ઉત્તર પશ્વિમ અને મધ્ય ભારતના ઘણા ભાગમાં મેક્સિમમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.  આઇએમડીના અનુસાર દક્ષિણ પ્રયદ્રીપીય વિસ્તારમાં ૭ જૂનથી વરસાદ શરૃ થઇ શકે છે. ઉપ હિમાલયી પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન, પૂર્વ્વોતર ભારત, ઉપ હિમાલયી પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. ઝારખંડમાં ૧૦ જૂન બાદ વરસાદનું એલર્ત જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ બિહારમાં ધીમે ધીમે મોનસૂનની દસ્તક જોવા મળશે. ગોવામાં આગામી અઠવાડિયે મોનસૂનની એન્ટ્રીની સંભાવના છે. બિહારમાં જલદી મોનસૂન એન્ટ્રી કરશે સાથે જ રાજ્યમાં આ વખતે સારા વરસાદની સંભાવના વ્ય્ક્ત કરવામાં આવી છે.

(8:52 pm IST)