Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ: ઊંઝાના ઉનાવામાં હાર્દિકના પોસ્ટર પર કાળી સ્યાહી લગાવી

પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહીનો કૂચડો લગાવ્યો

અમદાવાદ :  હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ છે. ત્યારે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો છે. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહીનો કૂચડો લગાવવામાં આવ્યો. ઊંઝાના ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી સ્યાહી લગાવાઈ છે. 

(10:43 pm IST)